અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ જુહાપુરામાં ગેંગવોરમાં એકની હત્યા; હુમલાખોર ગેંગ ફરાર

19 જૂન અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીમાં અંગત અદાવતને લઈને થયેલી ગેંગવોરમાં ફતેવાડી વિસ્તારના સદામ મોમીનની તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. મૃતકને મોડી રાત્રે એલિસ બ્રિજ ખાતેની એસીપી હોસ્પિટલમાં લઈ જવાયો છે જ્યાં વેજલપુરના સેકન્ડ પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

 

બંને ગ્રુપ વચ્ચે ચાલતી હતી ગેંગવોર
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હત્યા કરનાર મુસ્તકીમ મુશ્કિલ તથા મૃતક સદામ મોમીન વચ્ચે થોડા સમયથી ગેંગવોર ચાલતી આવતી હતી. અને બંને ઈસમો એકબીજા ઉપર હુમલાઓ કરી રહ્યા હતા. જોકે બંને ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મુસ્તકીમ મુશ્કિલ MD ડ્રગ્સનું કરે છે વેચાણ
મૃતકનાં ભાઈના જણાવ્યા મુજબ સરખેજનાં ફતેવાડી વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મુશ્કિલ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને MD ડ્રગ્સનો નશો પણ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. જોકે સદ્દામ મોમીન તેના સાથીદારોએ ડ્રગ્સ વેચવાની ના પાડતા અંગત અદાવતમાં બે કે ત્રણ દિવસથી એકબીજા ઉપર હુમલા કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે અચાનકથી મુશ્કિલ ગ્રુપનું 15 થી 20 જણાનું ટોળું મંગળવારે રાત્રે તિક્ષ્ણ હથિયારો સાથે આવી ગયું હતું અને હુમલો કર્યો હતો. મહત્વની વાત છે કે એક દિવસ અગાઉ પણ બંને પક્ષો સામસામે આવી જતા વિવાદ વધ્યો હતો.

રાત્રે 10:30 વાગ્યાનો બનાવ, ક્રાઈમ બ્રાન્ચ દોડી આવી
પોલીસ સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ સ્ટેશનનાં સેકન્ડ પીઆઈ એક ટીમ સાથે તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાર બાદ એલિસબ્રિજ ખાતેની SVP હોસ્પિટલ ખાતે વેજલપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવ મંગળવારે રાતે આશરે 10/30 વાગ્યાની સુમારે ફતેવાડી વિસ્તારમાં બન્યો હતો. ઘાયલ યુવાનને વાડીલાલ SVP ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું અને સાથે તેના ભાઈ અને મિત્રને પણ છરીના નાના મોટા ઘા વાગવાથી ઇજાઓ થઈ હતી જેની સારવાર ચાલી રહી હતી.

હુમલો કરનાર તમામ તમામ ઈસમો ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. જોકે વેજલપુર પોલીસે તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button