ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : ‘અટલ ફૂટ ઓવર બ્રીજ’ પર જવા માટે ચુકવવા પડશે આટલા પૈસા

Text To Speech

અમદાવાદમાં નવા શરૂ થયેલા ‘અટલ બ્રીજ‘ ના મામલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચાર્જ વસુલવાની જાહેરાત કરવામાં આવી છે. 27 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફૂટ બ્રીજની શરૂઆત થયા બાદ 28 ઓગસ્ટથી જાહેર જનતા માટે બ્રીજ ઓપન કરવામાં આવ્યો હતો. જે પછી હવે ભીડને નિયંત્રણ કરવાના હેતુથી 31 ઓગસ્ટથી મુલાકાતીઓ માટે ચાર્જ નક્કી કર્યો છે.

આ પણ વાંચો : ‘અટલ બ્રીજ’ ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો, શું છે લાક્ષણિકતાઓ

મુલાકાતીઓ અટલ બ્રીજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત ટિકિટ લઈને આ સુવિધા મેળવી શકશે. જેમાં 12 વર્ષથી ઉપરના માટે માત્ર બ્રીજના માટે રૂ. 30 અને ફ્લાવર પાર્ક અને અટલ બ્રીજના સંયુક્ત માટે રૂ.40 ચુકવવાના રહેશે. જ્યારે 12 વર્ષથી નાના બાળકો તેમજ 60 વર્ષથી વધુના માટે અનુક્રમે રૂ.15 અને રૂ.20 રહેશે. જ્યારે વિકલાંગ માટે સુવિધા નિ:શુલ્ક રહેશે.

'Atal Bridge'
‘Atal Bridge’

અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.

-: અટલ બ્રીજની લાક્ષણિકતાઓ :-
1). બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન 100 મીટર છે.
2). બ્રીજના છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે.
3). સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
4). 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
5). બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
6). વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7). ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.

Back to top button