અમદાવાદઃ ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરી લોકોની સુરક્ષામાં સહયોગ કરવા રામોલ પોલીસની જાહેર જનતાને અપીલ
9 જાન્યુઆરી અમદાવાદ; રામોલ પોલીસ સ્ટેશન તરફથી આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોય તે પહેલા જ આકાશમાં પતંગો ચગવાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પતંગ તો ચગાવતા જ હોય છે. તેથી તેમાં વપરાતી ઘાતક દોરીથી ઘણી વખત પક્ષીઓની સાથે સાથે વાહનચાલકો અને રાહદારીઓ પણ ઘાયલ થતા હોય છે. જેમાં ગંભીર ઇજાઓ અને અમુક વખતે જીવ પણ જતા હોય છે. ત્યારે લોકો દોરીથી ઘાયલ થતા અટકે તે માટે રામોલ પોલીસ અને શાંતિ સ્કૂલના સહયોગથી એક અનોખી ઝુંબેશ હાથ ધરાઇ છે.
રામોલ પોલીસ સ્ટેશનની સરાહનીય કાર્ય
રામોલ પોલીસ સ્ટેશનના PI સાવલિયાએ જણાવ્યું હતું કે દોરીથી ઘાયલ થતા અટકે તે માટે 1500થી વધારે બાઇક અને સ્કુટરોમાં સેફ્ટી ગાર્ડ વિના મૂલ્યે લગાવી આપવાનું સરાહનીય કાર્ય હાથ ધર્યુ છે. લોકો પાસેથી કોઇ પણ પૈસા લીધા વિના નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે ઉતરાયણ આવતી હોય જેમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાઇ જવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આવા તારના સેફ્ટી ગાર્ડથી જીવને રક્ષણ મળે છે. માટે જો આપે સેફટી ગાર્ડના લગાવ્યું હોય તો વહેલી તકે સેફટી ગાર્ડ લગાવી લેશો તેવી સૌ કોઈને અપીલ છે.
ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક નિયમો અપનાવાય રહ્યા છે ત્યારે રામોલ પોલીસ દ્વારા જનતાને ચાઇનીસ દોરીનો ઉપયોગ ન કરી લોકોની સુરક્ષામાં સહયોગી બનવા વિનતી કરાઈ છે.