અમદાવાદગુજરાતટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

અમદાવાદઃ 147મી રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા માટે બ્લડ કેમ્પનું આયોજન

Text To Speech

અમદાવાદ, 19 જૂનઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જમાલપુરમાં આવેલા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથના મંદિરે અમદાવાદ શહેર પોલીસ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને હિંદુ મુસ્લિમ એકતા સમુદાયનાં લોકો દ્વારા આગામી 2024 રથયાત્રાને લઈને સામાજિક એકતા અને સદભાવના માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહંત દિલીપદાસજી મહારાજનાં હસ્તે ઉદ્ઘાટન
આ બ્લડ કેમ્પનું ઉદ્ઘાટન ભગવાન જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું છે. દર વર્ષે કોમી એકતા માટે રથયાત્રા અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. જ્યારે આ બ્લડ કેમ્પમાં સેવા આપવા માટે સિવિલ હોસ્પિટલમાંથી એક્સપર્ટ ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. આ બ્લડ કેમ્પમાં માત્ર સામાન્ય લોકો નહીં પરંતુ પોલીસ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું. અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા પોલીસ કર્મચારીઓ સહિત 600થી વધુ લોકોએ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું હતું સાથે રક્તદાતઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રક્તદાન - HDNews
રક્તદાન શિબિર-પોલીસ- ફોટો- by HDNews

JCP નીરજ બડગુજર ઉદ્ઘાટનમાં જોડાયા
આ કાર્યક્રમમાં મહંત દિલીપદાસજી મહારાજ સહિત જમાલપુરનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સાથે સેક્ટર 1 જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર, જોન 3 ડીસીપી વિશાખા ડબરાર, ACP હિતેન્દ્ર ચૌધરી, ACP વાણી દુધાત તેમજ હવેલી, શહેર કોટડા, ખાડીયા, કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું હતું.

આ પણ વાંચોઃઅરવલ્લીઃ વિશ્વ સિકલ સેલ દિવસનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Back to top button