અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ વૃદ્ધ દંપત્તિએ કારથી મહિલાને કચડી; જમાલપુર બ્રિજ પાસે શાકભાજી વેચતાં ફેરિયાઓનો ભોગ લેવાયો, 1નું મોત 2 ઘાયલ

Text To Speech

29 ડિસેમ્બર 2024 અમદાવાદ: જમાલપુર બ્રિજ પાસે આવેલા ચાર રસ્તા પાસે જ્યાં મોટી સંખ્યામાં શાકભાજીનું માર્કેટ ભરાય છે તેવા ભરચક વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિ કાર ચાલકે અકસ્માત સર્જતા અફરા તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા હવેલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

દિવાલ સાથે ટકરાયા બાદ ફેરિયાઓ ઉપર ફરી વળી
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધ દંપતિએ કારે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે. પહેલા બ્રિજની દીવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ ઉપર ફરી વળી હતી. જોકે પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સારવાર પહેલા જ ઘટના સ્થળે મોત નિપજ્યું
અમદાવાદના જમાલપુર બ્રિજ પાસે MG હેક્ટરના કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. GJ 01KY1233 નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ શાકભાજી વેચતી મહિલા પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ શાકભાજી વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી હતી. અને કાર પરથી કાબુ ગુમાવતા જ મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ મહિલાનું સારવાર પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Back to top button