અમદાવાદગુજરાત

અમદાવાદઃ ઓઢવ પોલીસ ઊંઘતી ઝડપાઇ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને 318 લીટર દેશી દારૂ ઝડપ્યો

Text To Speech

ગુજરાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા કેટલાય સમયથી વધુ સક્રિય થયું છે જેને લઈને સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાંથી જ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને 318 લીટર દેશી દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, સાથે 1,12,486 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જોકે આ અંગે ઓઢવ પોલીસ શંકાના દાયરામાં મુકાઈ છે.

ઓઢવ વિસ્તારમાં નાનજી દેશમુખ ચાર માળિયા ક્વાટર્સની પાછળ આવેલ આદિનાથ નગરની  અંદરથી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે 318 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દેશી દારૂ સાથે અજય ગોહેલ અને અજય માળી નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે વિક્રમ ઠાકોર નામનો આરોપી ફરાર છે.આરોપી દારૂનો જ ધંધો કરતા હતા.પકડાયેલ આરોપી પાસેથી દારૂના વેચાણના 56,110 રૂપિયા કબ્જે કર્યા છે.કુલ 1,12,486 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ મામલે ઓઢવ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે. આટલી મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો તથા તેનું વેચાણ થતું હોવાથી સ્થાનિક પીઆઇ કેવી રીતે અજાણ હોય તે અંગે SMCને શંકા છે.સમગ્ર મામલે સ્થાનિક પીઆઇ, ઓઢવ પીઆઇ અને ઓઢવ પોલીસની કામગીરીને લઈને સવાલ છે. જોકે હાલ ઓઢવમાં ફરિયાદ નોંધીને ઓઢવ પોલીસ તપાસ કરશે.

Back to top button