અમદાવાદ : હવે રોંગ સાઇડ વાહન ચલાવનારની મનમરજી નહી ચાલે, AMC “ON WORK MODE”

- અમદાવાદ: રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર AMC દ્વારા લગાવવામાં આવ્યા
- ચાણક્યપુરીથી પ્રભાત ચોક સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાયા
- વાહન ચાલક રોંગ સાઇડમાં જશે તો ટાયર ફાટી જશે
- હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસ અને AMC એક્શનમાં
- ટ્રાફિક જામ અને ગેરકાયદે પાર્કિંગથી લોકોને મળશે મુક્તિ

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં રોડ અકસ્માતના આંકડામાં સરેરાશ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તથ્ય કાંડના લીધે રોડ સુરક્ષાના અનેક સવાલો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં અકસ્માતને અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં હવે પોલીસને સાથ આપી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. હાઇકોર્ટની ઠપકાર બાદ કોર્પોરેશને હવે શહેરમાં વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) ઇન્સ્ટોલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. અત્યારે તો પ્રાયોગિક ધોરણે શહેરના ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર આ બમ્પ ઇન્સ્ટોલ કર્યા છે. એટલે અહીં રોન્ગ સાઈડે આવનારા વાહનચાલકોની ગાડીઓનું ટાયર ફાટી જશે. તો શહેરના અન્ય વિસ્તારમાં ક્યારે આ બમ્પ લગાવવામાં આવશે તે અંગેની માહિતી આ અહેવાલમાં વાંચો.

હાઇકોર્ટની ફટકાર બાદ AMCની કામગીરી શરુ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકને અંકુશમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ તો કામ કરી જ રહી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ પણ શહેરભરમાં ટ્રાફિક પરિવહન જળવાઈ રહે તે માટેની કામગીરી કરી રહ્યું છે. આ વિભાગ રોડ માર્કિંગ, રોડ સાઈનેજિસની કામગીરી ઠેરઠેર કરી રહી છે. હાલમાં જ કોર્પોરેશને વન વે ટ્રાફિક સ્પાઇક સ્પીડ બમ્પ એટલે કે ટાયર કિલર બમ્પ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પ્રાયોગિક ધોરણે શરૂ કરી છે.

રોંગ સાઈડ પર વાહન ચલાવનાર સાવધાન
ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસ તેમજ AMC કામ ધંધે લાગી ગઈ છે. કહેવામાં આવ્યું છે કે આ અકસ્માત આજ સુધી સર્જાતા અકસ્માત માંથી સૌથી મોટો અકસ્માત છે. અને આ અકસ્માતે પોલીસ તેમજ AMCની કામગીરી પર લાખો પ્રશ્ન ઉભા કર્યા છે. આ અંગે પોલીસ દ્વારા ડ્રાઈવ પણ શુરુ કરવામાં આવી છે જેના લીધે રાત્રે સર્જાતા નબીરોઓ દ્વારા સર્જાતા અકસ્માત ટાળી શકાય છે. એક તરફ શહેરમાં ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. જ્યારે બીજી તરફ કોર્પોરેશન પણ આ કામગીરીમાં પોલીસનો સાથ આપી રહી છે. ટ્રાફિક પોલીસ રોન્ગ સાઈડ પર આવતા વાહનચાલકો અને અયોગ્ય રીતે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરી રહી છે. એટલું જ નહીં, હવે શહેરમાં રોન્ગ સાઈડ પર વાહન ચલાવતા ચાલકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે, શહેરભરમાં હવે ટાયર કિલર બમ્પ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ માટેની કામગીરી કેટલાક વિસ્તારોમાં તો શરૂ પણ થઈ ગઈ છે. એટલે કે, જો તમે રોન્ગ સાઈડમાં વાહન ચલાવશો તો દંડ તો થશે જ, પણ ગાડીનું ટાયર પણ ફાટી જશે તે નક્કી છે.