ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : હવે એલજી મેડિકલ કોલેજનું નામ ‘નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ’

Text To Speech

આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મણિનગર ખાતે આવેલી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત (મેટ) એલ. જી મેડિકલ કોલજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલજ રાખવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

તાજેતરમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. . આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવશે.

LG Medical Ahmedabad
AMC ની દરખાસ્ત

જો કે નોંધનીય છેકે અમદાવાદમાં કોઇ સ્થાપત્યનું નામ બદલવામાં આવી રહ્યું હોય. અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ હવે એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ આપવામાં આવશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર સહિત 3ની ધરપકડ

Back to top button