અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો શું છે 100 વર્ષનો સૌથી મોટો નિર્ણય

  • અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય
  • 100 વર્ષનો સૌથી મોટો નિર્ણય
  • સામાન્ય નાગરિક પણ ભદ્રકાળી માતાના મંદિરે ધજા ચડાવી શકશે

અમદાવાદ નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરમાં વર્ષોથી ધજા ચડાવવામાં આવતી નથી. જેને લઈ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હોાવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિર પર હવે કોઈ પણ વ્યક્તિ ધજા ચઢાવી શકશે. મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો છે.

છેલ્લા 100 વર્ષમાં પહેલીવાર લોકો માટે ધજા ચઢાવવાની વ્યવસ્થા કરાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદના લાલદરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ગઇકાલે મંગળવારે એટલે કે, મંગળવારે પૂનમના દિવસે કોર્પોરેશન તરફથી પહેલી ધજા ચઢાવવામાં આવી હતી. લાલદરવાજા ખાતે આવેલા આ મંદિરમાં છેલ્લા 100 વર્ષમાં પહેલીવાર લોકો માટે ધજા ચઢાવવાની વ્યવસ્થા કરાઈ છે. જેથી હવે સામાન્ય નાગરિક પણ ભદ્રકાળી માતાના મંદિરે ધજા ચડાવી શકશે.

ahemdabad-humdekhengenews

આ પણ વાંચો : શુગર ફ્રીના નામે ઝેર સમાન છે આ વસ્તુઓ

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા પોલ તૈયાર કરાઈ
સમગ્ર મામલે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે, માતાજીના તમામ મંદિરોમાં ભક્તો તેમની માનતાપૂરી કરવા, અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે ધજા ચઢાવતા હોય છે. આ સાથે ભદ્રકાળી મંદિરમાં દર વર્ષે નવરાત્રિ અને દર મહિને પૂનમના દિવસે પણ ભક્તો ધજા ચઢાવવા આવતા હતા. જોકે લોકો માટે મંદિરમાં ધજા ચઢાવવાની વ્યવસ્થા ન હોવાથી તેઓ ધજાની પૂજા કર્યા બાદ મંદિરમાં માતાજી સમક્ષ મુકીને જતા રહેતા હતા. પરંતુ હવે, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા મંદિર પ્રાંગણમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરી આપવામાં આવ્યું છે.જેને લઈ હવેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિવસે માતાજીની ધજા ચઢાવી શકશે.

જાણો કેટલા પૈસા આપી ધજા ચડાવી શકાશે
વધુમાં તેમણે જણાવ્યું કે, ધજા ચઢાવવા માટે લોકોએ મંદિરમાં પુજારી પાસે રજિસ્ટ્રેશન કરાવી રૂ.1100 આપવાના રહેશે જેની જે તે વ્યક્તિને પહોંચ પણ આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, રૂ.1100 ચૂકવ્યા બાદ પૂજારી ધજાને માતાજી સમક્ષ મુકી પૂજા કરી ભક્તને ધ્વજા ચઢાવવા માટે આપશે. આ ધ્વજા ભક્તો પુજારીની મદદથી મંદિર પર ચઢાવી શકશે.ભદ્રકાળી માતાજીના મંદિરે જો કોઈ ભક્ત બહારથી ધ્વજા લઈને આવશે તો પણ તેમને રૂ.1100 તો આપવાના રહેશે. કોઈ વ્યક્તિ ધજા લઈને નહીં આવે તો તેમને મંદિર તરફથી પૂજા વિધિ કર્યા બાદ ધજા અપાશે. જેથી હવેથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરે સામાન્ય વ્યક્તિ ધજા ચડાવી શકશે.

આ પણ વાંચો : ભૂમિ પેડનેકર “The star of social media”એ ઈન્સ્ટાગ્રામ પર વધારી ગરમી

Back to top button