અમદાવાદ : હત્યા અને ખંડણીના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર
અમદાવાદમાં વર્ષ 2015માં સોની પર ફાયરિંગ કરી ખંડણી માંગવાનો કેસ માં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને દોષિત જાહેર કરાયો છે. આ કેસમાં 50 જેટલા સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યા છે. અને આરોપી દોષિત જાહેર થતા બપોરે કોર્ટ સજા ફરમાવશે.
હત્યા અને ખંડણીના કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર
અમદાવાદ શહેરમાં હત્યાના પ્રયાસ, ખંડણી સહિતનાસંખ્યાબંધ ગુના આચરનારા કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એપ્રિલ-2015માં ઉત્તરપ્રદેશ ખાતે ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા હતા. તેના પર માર્ચ-2015માં અમદાવાદ શહેરમાં 50 લાખની ખંડણી માટે જવેલર્સની હત્યાનો પ્રયાસ કરવાનો કેસ અદાલતમાં ચાલી ગયો છે. આ કેસમાં આજે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલ ચૂકાદો સંભળાવનારા છે.
50 જેટલા સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યા
વિશાલ ગોસ્વામી એન્ડ ગેંગ પર થયેલા સંખ્યાબંધ ગુનાઓ પૈકીનો એક કેસ Ahmedabad City Sessions Court માં ચાલી ગયો છે. આ કેસમાં પચાસેક જેટલા સાક્ષી, પંચ અને તપાસ અધિકારી પીએસઆઈ રાજેશ સુવેરા સહિતના પોલીસ અધિકારીઓની જુબાની લેવામાં આવી છે.
આ પણ વાંચો : દ્વારકા બાદ રાજ્યના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ