અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદઃ નેશનલ કોન્ફરન્સ એન્ડ શક્તિ એવોર્ડ્સ દ્વારા રાજ્યની નામાંકિત મહિલાઓને સન્માનિત કરાઇ

15 માર્ચ 2025 અમદાવાદ; શહેરના એસજી હાઇવે ખાતે આવેલી બિલોરી હોટલ ખાતે રાજ્યભરમાં વ્યાપાર, કલા, સ્પોર્ટ્સ તથા વિવિધ વિવિધ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર તથા લીડરશીપ તરીકે કાર્ય કરનાર માત્ર અમદાવાદ નહીં ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાના કાર્યથી પ્રસિદ્ધ થઈ હોય તેવી વિશેષ મહિલાઓનું અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા શક્તિ એવોર્ડસ્ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં બિઝનેસ અને ટ્રેડ એસોસિએશનના પ્રમુખ ડીજે યાદવ, વુમન્સ ઇકોનોમિક એમપાવરમેન્ટ (યુએન વુમન), WICCI એન્ટરપ્રિન્ટરશિપ કાઉન્સિલ એન્ડ ફાઉન્ડર ટ્રાન્સફોર્મેશન હબનાં રાષ્ટ્રીય પ્રમુખ દર્શનાબેન ઠક્કર, અને ગાંધીનગરમાંbઆઈજી તરીકે ફરજ બજાવતા આઇપીએસ ગગનદીપ ગંભીર વિશેષ હાજર રહ્યા હતા.

ગાંધીનગર રેન્જ IG ગગનદીપ ગંભીર સાથે ખાસ વાત
ગાંધીનગર રેન્જ આઈ જી ગગનદીપ ગંભીરે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અત્યારના સમયમાં મહિલાઓ ધારે તે કરી શકે છે કારણ કે પહેલાનો સમય અને અત્યારનો સમયમાં ઘણો ફેર છે. સામાજિક લેવલે અને સરકાર તરફથી પણ મહિલાઓને આગળ વધારવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. જેનો રાજ્યની તમામ મહિલાઓએ લાભ લેવો જોઈએ સાથે સાથે મહિલાઓ પોતાને રાજ્યમાં સુરક્ષિત માની રહી છે. રાજયના પોલીસ વિભાગમાં પણ પુરુષો સાથે મહિલાઓની મોટી માત્રામાં ભરતી કરવામાં આવી રહી છે. જેના કારણે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે મહિલા પોલીસ સક્ષમ દેખાઈ રહી છે.

મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો પ્રયાસ
કાર્યક્રમને લઈને આઇપીએસ ગગનદીપ ગંભીરે જણાવ્યું હતું કે આજે આ એવોર્ડ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોમાં નામના ધરાવનાર મહિલાઓએ ભાગ લઈ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ કાર્યક્રમ થકી રાજ્યની સામાન્ય મહિલા પણ પ્રેરણા લઈ શકે છે અને વિચારી શકે છે જો આ તમામ મહિલાઓ કરી શકે શકે તો છે તો અમે પણ કરી શકીએ છીએ. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સપોર્ટ કરવાનો છે. એકબીજા સાથે મળીને આગળ વધારવાનો છે. નેશનલ કોન્ફરન્સ માધ્યમથી મહિલાઓને પડતી તકલીફોનાં સમાધાન અને ચર્ચા માટે એક વિશેષ પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી આ કાર્યક્રમ ખૂબ જ બિરદાવવા લાયક છે.

Back to top button