અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ : એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી

Text To Speech
  • મેક્સિકન ફૂડ અને આઇસક્રીમની પણ મોજ માણી

અમદાવાદ : 1 ઓકટોબર, અમદાવાદમાં આવેલી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમાં તેમને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે તો સાથે-સાથે મનોરંજક પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. જેના અંતર્ગત હાલમાં સિનિયર વિદ્યાર્થીઓ હરદેવ ભાટિયા, વેણુ ત્રિવેદી, નિખિલ પંચમતિયા, રુતુ સુવા અને અન્ય વિદ્યાર્થીઓએ જહેમત લઈને કોલેજની નવી બેચલર અને માસ્ટર બૅચને આવકારવાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ એકબીજાની નજીક આવે તે હેતુને ધ્યાનમાં રાખીને આ પાર્ટી યોજાઈ હતી. પાર્ટી બાદ તમામ સ્ટુડન્ટ્સે ભેગા થઈને ડીનરની મજા પણ માણી હતી.

સોમવારે સાંજે કૅફે સ્ટ્રીટ સર્કસ પર ‘દિલ સે ડિસ્કો’ ફ્રેશર્સ પાર્ટી રેટ્રો સ્ટાઇલ થીમ સાથે રાખવામાં આવી હતી.પાર્ટીની શરૂઆત મજેદાર રમતોથી થઇ હતી અને ત્યાર બાદ બધાએ મન મૂકી, દિલ થી ડાન્સ કરીને પાર્ટીનો આનંદ માણ્યો હતો. વિવિધ ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યા બાદ સૌએ મેક્સિકન ફૂડ અને આઈસ્ક્રીમ -કેકનો પણ સ્વાદ માણ્યો.  આ ફ્રેશર્સ પાર્ટીમાં મિસ્ટર ફ્રેશર અને મિસ ફ્રેશર માટેની સ્પર્ધામાં મિસ્ટર ફ્રેશર તરીકે રાજ ઝાંખરિયા અને મિસ ફ્રેશર તરીકે ખ્યાતિ યાદવને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગોઠવાયેલો આ આનંદદાયક કાર્યક્રમ સંસ્થાના નિયામક ડૉ. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય,નિલેશ શર્મા , ગરીમા ગુણાવત, સ્ટાફગણ મોનલ સોની,માનસી સરવૈયાના પ્રયાસો થકી સફળ રહ્યો હતો.

આ પણ વાંચો…ગુજરાત: એસટી બસમાં રૂમાલથી સીટ રોકવાની બબાલ ગઈ, જાણો કેમ

Back to top button