અમદાવાદએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગમીડિયા

અમદાવાદઃ એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓ ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

Text To Speech
  • ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ૨૦૦૮માં ‘અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી
  • વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી

અમદાવાદ, 10 ઑક્ટોબર, 2024: શહેરમાં પત્રકારત્વની અગ્રણી સંસ્થા એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસા વિશે જાણકારી મેળવવાની અને આ વિષય ઉપર ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક મળી હતી. ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે વર્ષ ૨૦૦૮માં ‘અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડ્યાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી.

અતુલ્ય વારસો - HDNews
અતુલ્ય વારસો – ફોટોઃ NIMCJ

આ સત્ર દરમિયાન તેઓએ આપણી વારસાને જાળવી રાખવાથી થતાં મુખ્ય ત્રણ ફાયદા જણાવ્યા હતા- શૈક્ષણિક મૂલ્યો, સાંસ્કૃતિક ઓળખ તથા સાતત્ય અને ત્રીજું આર્થિક લાભ. આ માહિતીપ્રદ સત્રમાં વિદ્યાર્થીઓએ પણ પોતાના શહેર કે ગામના ઐતિહાસિક સ્થળો વિશે ચર્ચા કરી હતી.

‘અતુલ્ય વારસો‘ સંસ્થાએ કોલેજને તેમના સામયિકના વિશેષ અંકો ભેટ આપ્યા હતા ઉપરાંત સંસ્થા દ્વારા અલગ- અલગ સ્થળો પર થતી હેરિટેજ વોકમાં જોડાવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું.

અતુલ્ય વારસો - HDNews
અતુલ્ય વારસો – ફોટોઃ NIMCJ

કૉલેજમાં યોજાયેલા આ સત્રમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટયૂટના નિયામક ડો. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરિમા ગુણાવત, વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અતુલ્ય વારસો - HDNews
અતુલ્ય વારસો – ફોટોઃ NIMCJ

આ પણ વાંચોઃ NIMCJ ખાતે ‘ભારતમાં દલિત વિમર્શ’ વિશે ચર્ચાસત્ર યોજાયું

Back to top button