અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ડોક્ટરે ભર્યું આ ચોંકાવનારું પગલું

Text To Speech

અમદાવાદ, તા. 12 માર્ચ, 2025: અમદાવાદના નવા નરોડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ડોકટરે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. ડોક્ટરે જમીનમાં રોકાણ માટે ઉછીના 10 લાખ લીધા હતા. જેમાંથી તેણે 2.78 લાખ પરત કર્યા હતા અને બાકીના પૈસા માટે વ્યાજખોરો હેરાન કરતા હતા. જેનાથી કંટાળીને ડોક્ટરે આ ચોંકાવનારું પગલું ભર્યું હતું. તેના આ પગલાથી પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા.

શું છે મામલો

અમદાવાદ શહેરમાં આવેલા નવા નરોડામાં રહેતા નીક વિહોલ નામના ડોકટરે જમીનમાં રોકાણ માટે પોતાના મિત્ર પાસેથી રૂપિયા 10 લાખ લીધા હતા. જે તબીબે 2.78 લાખ મિત્રને પરત કરી દીધા હતા. પરંતુ ત્યારબાદ મિત્ર ડોક્ટર પર 7.22 લાખ માટે વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હતો.જેથી પઠાણી ઉઘરાણીથી કંટાળીને ડોકટરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. ડોક્ટરના આવા પગલાને લીધે તેના સગા વ્હાલાં દોડતા થયા હતા. ડોક્ટરને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર આપવામાં આવી હતી. જે બાદ તબીબે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હોળીકા દહન વખતે અગ્નિમાં ભૂલથી ન નાંખો આ 4 ચીજ, નહીંતર ભોગવવું પડશે ખતરનાક પરિણામ

Back to top button