અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદઃ કાલુપુરમાં મેમો નહીં ફાડવા બદલ રૂ.400ની લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો

Text To Speech

અમદાવાદ, તા.24 ડિસેમ્બર, 2024: એસીબી દ્વારા લાંચ લેતા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્ય. અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી મેમો નહીં ફાડવા બદલ રૂ.400ની લાંચ લેતો કોન્સ્ટેબલ એસીબીની ઝાળમાં સપડાયો હતો.

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઈસન્સ, પીયુસી, હેલમેટ, રોગ સાઈડ, નોપાર્કીગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસે થી મેમો નહીં આપવા બદલ રૂ.૫૦૦ થી ૧૫૦૦ સુધીની લાંચની માંગણી કરતા હોવાની ચોકકસ બાતામી મળી હતી. જે આધારે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન આરોપીએ ડિકોયરનું વાહન નોપાર્કિંગમાં મુકેલું હોવાનું જણાવી મેમો નહીં આપવા બદલ પ્રથમ રૂ.૫૦૦ની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ રકઝક ના અંતે રૂ.૪૦૦ ની લાંચની માગણી કરી સ્વીકારી, પકડાયો હતો.

આ પણ વાંચોઃ પહાડો પર બરફવર્ષા, દાલ સરોવર થીજી ગયું; જાણો હવામાન અપડેટ

Back to top button