અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદઃ 345 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી, જૂઓ લિસ્ટ

Text To Speech

અમદાવાદ, તા.9 ઓક્ટોબરઃ દશેરા પહેલા અમદાવાદ પોલીસબેડામાં મોટો ફેરફાર થયો છે. 345 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલ બઢતીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા 345 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે જૂની પોલીસ કમિશનર ઓફિસથી નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં શિફ્ટ થયા પ્રથમ દિવસે જ પેન્ડીંગ કામગીરી પૂર્ણ કરી આ જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી.

 

 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભારે ટ્રાફિકથી ખેલૈયાઓની મજા બગાડતા પોલીસ કમિશનરે લીઘો આ નિર્ણય

Back to top button