અમદાવાદ : એસઓજી દ્વારા “NDPS એક્ટ ” તાલીમ નું આયોજન કરાયું
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા તથા ડ્રગ્સ પેડલરોને પકડવા રાજ્ય સરકાર દ્વારા મુહીમ હાથ ધરવામા આવી છે. ત્યારે અમદાવાદ એસઓજી દ્વારા નાર્કોટિક્સના વધુ કેસો કરવા માટે જરૂરી તાલીમ આપવા માટે “NDPS એક્ટ ” તાલીમ નું આયોજન કરવામા આવ્યું હતું.
અમદાવાદમાં એસઓજી દ્વારા”NDPS એક્ટ ” તાલીમનું આયોજન કરાયું
એસઓજી દ્વારા નાર્કોટિક્સના વધુ કેસો કરવા માટે જરૂરી તાલીમ આપવા માટે “NDPS એક્ટ ” તાલીમ નું આયોજન કરવામા આવ્યું હતું., જેમાં એસઓજીના ડીસીપી ,એસીપી તમામ અધિકારીઓ તેમજ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને રાઈટરઓ હાજર રહ્યા હતા. અને આ તમામ અધિકારીઓને નાર્કોટિક્સના કેસો કેવી રીતે કરવા તે અંગે જરૂરી તાલીમ આપવમા આવી હતી.
“NDPS એક્ટ ” શું છે ?
NDPS એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ. NDPS ભારતમાં દરેક પ્રકારના માદક પદાર્થ તેમજ નશીલા કેમીકલ બનાવવા / ઉત્પાદન, સંગ્રહ, ખરીદી, વેચાણ, હેરાફેરી કરવા વગેરે પર પ્રતિબંધ મુકે છે. NDPS એકટ હેઠળ ભારતમાં તમામ માદક પદાર્થો પર પ્રતિબંધ મુકાયો છે.
આ પણ વાંચો : પાટણ જિલ્લાના બેરોજગારો માટે ખુશ ખબર, જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે