અમદાવાદઃ ગુજરાત બજેટ પર રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસચિવની પ્રતિક્રિયા; છેવાડાના માણસ સુધી લાભ પહોંચે એને વિકાસ કહેવાય

20 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં આગામી વર્ષો માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના યુવા મહિલા આદિવાસી ખેડૂતો સિનિયર સિટીઝનોનું જીવન સુધારવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ અને પ્રભારી રામકિશન ઓઝાએ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા તેમજ તમામ કોર્પોરેટરો સાથે મળીને ગુજરાત બજેટ પર ચર્ચા કરી હતી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારે શું માનવું છે કોંગ્રેસનું? આ બજેટને લઈને ચર્ચા કરીએ.
સામાન્ય અમદાવાદીઓની સ્થિતિ દયનીય: રામ કિશન
રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસચિવ અને ગુજરાત પ્રભારી રામ કિશન ઓજાએ પત્રકાર પરિષદને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત મોડલના કારણે દેશમાં સરકાર બની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 15 હજાર કરોડના બજેટની સામે છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો 50 હજાર કરોડ રૂપિયા થાય છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતિને જોઈને અમને નથી લાગતું કે ક્યાંય પાંચ દસ હજાર કરોડનો પણ ખર્ચો કર્યો હોય. ખૂબ જ પરિસ્થિતિ અમદાવાદના સામાન્ય લોકોની છે અમે ઇ છીએ કે ગુજરાતની ભાજપના ખૂબ જ પરિસ્થિતિ અમદાવાદના સામાન્ય લોકોની છે અમે ઇ છીએ કે ગુજરાતની ભાજપના ખૂબ જ પરિસ્થિતિ અમદાવાદના સામાન્ય લોકોની છે અમે ઇ છીએ કે ગુજરાતની ભાજપની અમદાવાદનો લોકો ઉપર થોડી ઘણી દયા રાખવી જોઈએ. જેથી ગુજરાતના લોકો પણ ગર્વથી કહી શકે કે વડાપ્રધાન અમારા ગામના અને રાજ્યના છે. એક રીતે રાજ્ય સરકાર ઓલમ્પિક્સની તૈયારી કરી રહી છે. બીજી બાજુ સામાન્ય માણસનું જીવન ખરાબ થતું જાય છે.
શહેરને ચમકાવી દેવાથી વિકાસ નથી થતો
આજના બજેટમાં ખાસ કરીને સૌથી વધારે ધ્યાન બસેરા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને શિક્ષણ ઉપર કરવામાં આવ્યું છે તેઓ સવાલ એચડી ન્યૂઝના રિપોર્ટર દ્વારા કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે માત્ર અમદાવાદ શહેરને અલગ અલગ વિસ્તારોમાં લાઈટ્સ લગાડીને ચમકાવી દેવાથી વિકાસ નથી થતો. સાચો વિકાસ સારી ડ્રેનેજ વ્યવસ્થા, સારા રોડ રસ્તા, સારું અને સસ્તું શિક્ષણ, સરકારી ખર્ચે વર્લ્ડ ક્લાસ આરોગ્યની સુવિધા, રોજગારી, સારું જીવન ધોરણ, મોંઘવારીમાં ઘટાડો કરવાથી થાય છે.
સૌનો વિકાસ સમાન થવો જોઈએ
તેમણે અંતે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઈચ્છે છે કે અમદાવાદ શહેરનો સામાન્યથી સામાન્ય ગરીબથી ગરીબ વ્યક્તિ સુધી વિકાસ પહોંચે તેવું કાર્ય થવું જોઈએ. માત્ર ઉદ્યોગપતિઓ, ઉચ્ચ વ્યવસાયિકો નહીં પરંતુ રિક્ષા ચલાવવા વાળો, ઘોડા ચલાવવા વાળો, સામાન્ય ખેડૂત, સાયકલ ચલાવવા વાળો તમામ લોકોનો વિકાસ થાય તો જ સરકાર યોગ્ય કાર્ય કરે છે તેમ કહી શકાય.