ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સોલા ભાગવતપીઠના કથાકારના ફ્લાઇટ ટિકિટના નામે શ્રોતા સાથે છેતરપિંડી

Text To Speech
  • ગઠિયાએ એક શ્રોતા પાસેથી ઓનલાઇન રૂપિયા 60 હજારની રકમ મેળવીને છેતરપિંડી કરી
  • નાણાં લેનારે તેમને ધમકી આપીને નાણાં પરત કરવાની ના કહી હતી
  • છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી

આધુનિક યુગમાં હવે ચોરી પણ આધુનિક તરીકે થવા લાગી છે. જેમાં ચોર પણ નવા નવા કિમીયા અજમાવી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યાં છે. તેમાં ઓનલાઇન ફ્રોડ દેશ દુનિયામાં વધી રહ્યાં છે. ત્યારે હવે છેતરપિંડી મામલે રોજ નવા નવા મામલા સામે આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ શહેરમાં આવેલ સોલા ભાગવતપીઠના કથાકારના ફ્લાઇટ ટિકિટના નામે શ્રોતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

ગઠિયાએ એક શ્રોતા પાસેથી ઓનલાઇન રૂપિયા 60 હજારની રકમ મેળવીને છેતરપિંડી કરી

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠના આચાર્ય તરીકે નોકરી કરતા અને કથાકાર તરીકે ફરજ બજાવતા રામેશ્વર દાસના નામે અયોધ્યાની એક ટિકિટ ખરીદવાનું કહીને કોઇ ગઠિયાએ એક શ્રોતા પાસેથી ઓનલાઇન રૂપિયા 60 હજારની રકમ મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. સોલા ભાગવત વિદ્યાપીઠની બીએડ કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રામેશ્વરદાસજી હરિયાણી કથાકાર તરીકે પણ કામ કરે છે.

નાણાં લેનારે તેમને ધમકી આપીને નાણાં પરત કરવાની ના કહી હતી

ગત 23મી આક્ટોબરના રોજ તેમને ત્યાં કથાનું સંચાલન કરતા વ્યક્તિએ કોલ કરીને કહ્યું હતું કે કોઇ અજાણી વ્યક્તિએ વડોદરામાં રહેતા એક શ્રોતાને રામેશ્વરદાસજીને અયોધ્યામાં યોજાનારી કથાની એર ટિકિટ લેવાની હોવાનું કહીને 66 હજાર રૂપિયા ઓનલાઇન લઇ લીધા હતા. જેથી રામેશ્વરદાસજીએ ખોટા નામે નાણાં લેનારને કોલ કરીને નાણાં પરત માંગ્યા હતા. જો કે નાણાં લેનારે તેમને ધમકી આપીને નાણાં પરત કરવાની ના કહી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Back to top button