અમદાવાદ : નબીરાઓએ પોલીસ પર કાર ચઢાવી, એકની ધરપકડ ચાર ફરાર
અમદાવાદ શહેરનો બહુ ચર્ચિત રોડ એટલે કે સિંધુભવન રોડ પર અવારનવાર કઈને કઈક બનાવ બનતા જ હોય છે ત્યારે આજે પણ કઈક એવું બન્યું. નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ પોલીસ કર્મીઓ પર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સિંઘુભવન રોડ પર આજે સવારે પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગની કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમ્યાન એક વરના કાર ત્યાથી પસાર થઈ રહી હતી. પોલીસને આ કાર વધુ સ્પીડમાં આવી રહી હોય તેવુ લાગતા કારને રોકી હતી. આ કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા. પોલીસે આ કારને રોકાવતા કારમા બેઠેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધુ અને નબીરાઓએ કાર પોલીસ કર્મચારીઓ પર ચડાવી દીધા બાદ ત્યાથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમનો પીછો કર્યો હતો. કારમાં પાંચ શખ્સો સવાર હતા અને તમામ 23 થી 25 વર્ષના યુવાનો હતા. આ પાંચ યુવકોમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ચાર યુવક ફરાર થઈ ગયા હતા જેની પોલીસે શોધખોળ શરુ કરી દીધી છે.
આ પણ વાંચો : પંજાબમાં AAPના કેટલાક મોટા નેતાઓ CBIના રડાર પર ! લિકર પોલિસી કેસમાં મોટી કડીઓ હાથમાં
બોડકદેવ પોલીસ સ્ટેશનના પી.આઈએ આ હુમલાની ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હુંમલામાં ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે પોલીસે ઘટતી કાર્યવાહી શરુ કરી છે.