અમદાવાદ: જૈન સમાજના અગ્રણી પર મુસ્લિમ યુવકોનો હુમલો; જુઓ વિડીયો/VIDEO


21 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના પાલડી પાસે આવેલા એક પેટ્રોલ પંપમાં જગ જાહેર છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી છે. જે ઘટના સામે આવતા મારામારીનો વિડીયો પણ મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જાહેરમાં મારામારી કરનાર ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
http://INSTA :https://www.instagram.com/reel/DFFm3hpt_ur/
ટુ વ્હીલર અથડાતા છુટ્ટા હાથની મારામારી કરાઇ
મુજબ પ્રાપ્ત થતી વિગત મુજબ અમદાવાદના પાલડી વિસ્તારના શાંતિવન ગણપતિ મંદિરની બાજુમાં ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ આવેલું છે. જ્યાં આધેડ ઉંમરના વ્યકિત નિલેશભાઈ અશ્વિનભાઈ શાહ પોતાના ભત્રીજા સાથે પેટ્રોલ પુરાવા ઉભા હતા. ત્યાં અચાનકથી બે યુવકો ટુ વ્હીલર પર આવ્યા હતા અને તેઓ ફોન ઉપર વાત કરતા ટુ વ્હીલર થોડા પ્રમાણમાં અથડાઈ હતી. જે બાદ ફરિયાદી નિલેશભાઈ શાહે ઠપકો આપ્યો હતો. ઠપકો આપ્યા બાદ નિલેશભાઈ શાહ અને ટુ વ્હીલર ચાલકો વચ્ચે વિવાદ થાય છે. ઉગ્ર બોલાચારી થાય છે. આટલું જ નહીં વિવાદ વધતા ફરિયાદીના ભત્રીજા અને એકટીવા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ કરી દેવામાં આવે છે.
મારામારી બાદ સોનાની ચેન લૂંટવાનો ફરિયાદીનો આક્ષેપ
નિલેશભાઈ શાહના જણાવ્યા મુજબ બંને ઈસમોને ગાડી અથડાઈ જતા થોડોક ઠપકો આપતા તે લોકોએ મારામારીની શરૂઆત કરી હતી. અને મારું એકટીવા પણ લઈ ગયા હતા સાથે મારા બંને ભત્રીજાઓને પણ માર્યો છે. ફરિયાદી આક્ષેપ કર્યો છે કે હુમલો કરનારાએ મારામારી સાથે મારા ગળાનો સોનાનો ચેન પણ લૂંટીને જતા રહ્યા છે. જોકે હાલ બંને યુવકોને પાલડી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.