અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: બાપુનગરમાં પોલીસ શાંતિથી સૂતી રહી ને મર્ડર થઈ ગયું; ગુંડાઓએ 2 યુવક પર છરીથી હુમલો કર્યો; કિન્નરોએ સુતેલા પોલીસ કર્મીઓને તતડાવ્યા; જુઓ VIDEO

25 માર્ય 2025 અમદાવાદ: શહેરમાં 23 માર્ચ મોડી રાત્રે બાપુનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પાંચ માથાભારે તત્વોએ બે યુવક ઉપર છડી વડે હુમલો કરી એક યુવકને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે બીજા યુવકની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલ રાજ્યભરમાં બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆર વાનમાં ફરજ પરના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ દરમિયાન મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સુતા હોય તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં કિન્નરો દ્વારા મર્ડર થઈ જતા પોલીસની સાથે બબાલ કરતું હોવાનું જણાય આવ્યું છે.

પોલીસની આબરૂના લીરે લીરા ઉડતા દેખાયા
અત્રે મહત્વનું છે કે DGPના કડક આદેશ વચ્ચે પોલીસ તાબડતોડ ગુનેગારોની યાદી બનાવીને કાર્યવાહી કરી રહી છે બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં પોલીસ માટે શરમજનક ઘટના બની હતી જેને લઈને અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં પણ તાબડતોડ બદલીઓ કરવામાં આવી રહી છે. ક્યારે ફરી એક વખત બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી ઘટના સામે આવતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા હોય તેવું જણાઈ આવે છે.

પોલીસની બેદરકારી; મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો
રાજ્યભરમાં રાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે માટે PCR વાનમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરતા હોય છે. હાલ વસ્ત્રાલની ઘટના બાદ DGPનાં કડક આદેશ અપાયા હોવાથી પોલીસ રાજ્યભરમાં સક્રિય દેખાઈ રહી છે પરંતુ આ બધા વચ્ચે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન ખાટલો ઢાળી સુતા હતા ત્યાં બાજુમાં જ વિજય નામના યુવકનું મર્ડર થઈ જતા તેના પરિચિત એવા કિન્નરોએ પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી અને વિડીયો બનાવી પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી છે. ઉપરાઉપરી આવી ઘટનાઓ બનતા પોલીસ વિભાગ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને આ મામલો રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ગાળો બોલવાની ના પાડતા હત્યાને કરુણ અંજામ આપ્યો
પ્રાપ્ત વિગતો મુજબ બાપુનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ગેટ પાસે મોડી રાત્રે વિજય અને પ્રિયેશ નામના બે યુવકો બેઠા હતા દરમિયાન પાંચ યુવકો ત્યાં આવી જતા બંને મિત્રો પર હુમલો કરી દીધો હતો જેમાં વિજયનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે પ્રિયેશની હાલત નાજુક છે. પોલીસ સૂત્રો પ્રમાણે મોડી રાત્રે બંને મિત્રો કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે બેઠા હતા ત્યારે પાંચે શખ્સ બેફામ ગાળો બોલી રહ્યા હતા જેમાં વિજય અને પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને મારામારી અને હત્યામાં પરિણમ્યો હતો.

Back to top button