ગુજરાત

અમદાવાદ: બીયુ પરમિશનના 45 દિવસમાં જ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સની આકારણી થશે

Text To Speech
  • BU પરમિશનની નકલ અને વિગત 10 દિવસમાં મોકલવા સૂચના અપાશે
  • ઈ-ગવર્નન્સ ખાત સાથે સંકલન કરીને કાર્યવાહી કરાશે
  • નવી આકારણીમાં વિલંબ દૂર થશે અને નાગરિકોને સમયસર ટેક્સ બિલ મળશે

અમદાવાદમાં બીયુ પરમિશનના 45 દિવસમાં જ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવામાં આવશે. જેમાં ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સમાં BU રિફ્લેકટ થાય તે માટે મોડયૂલ સુધારાશે. તથા BUના 10 દિવસમાં ટેક્સ વિભાગને નકલ આપવા, જાણ કરવા તાકીદ થશે. તેમજ વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા 45 દિવસમાં આકારણી પૂરી કરવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 128 તાલુકામાં મેઘમહેર, જાણો કયા થયો સૌથી વધુ વરસાદ

45 દિવસમાં જ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવામાં આવશે

AMCના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા મિલકતને બિલ્ડિંગ યૂઝ (BU) પરમિશન આપવામાં આવ્યાના 45 દિવસમાં જ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવામાં આવશે. AMCના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા નવી મિલકતને BU આપ્યા પછી 10 દિવસમાં તે અંગેની વિગતો મ્યુનિ. ટેક્સ વિભાગને સુપરત કરવાની રહેશે. AMCના મોડયૂલમાં સુધારો કરીને એસ્ટેટ- ટીડીઓ દ્વારા BU આપવામાં આવે તે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સમાં રિફ્લેક્ટ થાય તે માટે ઈ-ગવર્નન્સ ખાત સાથે સંકલન કરીને કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલ આગ દુર્ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો 

નવી આકારણીમાં વિલંબ દૂર થશે અને નાગરિકોને સમયસર ટેક્સ બિલ મળશે

નવી આકારણીમાં વિલંબ દૂર થશે અને નાગરિકોને સમયસર ટેક્સ બિલ મળશે અને લિક્વિડેશન દૂર થશે. રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, GPMC એક્ટ હેઠળ મિલકતને BU પરમિશનની તારીખથી ટેક્સની આકારણી કરવાની થાય છે. હાલ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા BU આપવામાં આવ્યા પછી તેની નકલ ટેસ ખાતાના સંબંધિત ઝોનમાં મોકલવામાં આવે છે અને તેના આધારે સ્થળ પર જઈને માપણી કરાય છે, માલિકીના પુરાવા મેળવીને પછી આકારણી કરાય છે. આ કામગીરીમાં વિલંબ થતો હોવાથી નવી મિલકતોની ઝડપથી આકારણીમાં વધુ સરળતા રહે તે હેતુસર એસ્ટેટ વિભાગને BU પરમિશનની નકલ અને વિગત 10 દિવસમાં મોકલવા સૂચના અપાશે અને ટેક્સ વિભાગને 45 દિવસમાં આકારણી પૂરી કરવા સૂચના આપવા સરક્યુલર જારી કરાશે અને વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા 45 દિવસમાં આકારણી પૂરી કરવાની રહેશે.

Back to top button