ગુજરાત

અમદાવાદ: સંચાલકો દ્વારા AMTSને વધુ ખર્ચના ખાડામાં ઉત્તારાવાના પ્રયાસો શરૂ

Text To Speech

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઈવર કન્ડક્ટર અને સ્ટાફ માટે ડ્રેસ – ગણવેશ આપવા માટે રૂ. 40 લાખનો ખર્ચ કરશે. જેમાં આ બાબતે AMTS કમિટીની બેઠકમાં રજૂ થનારી દરખાસ્તને પગલે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષય: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

રૂ. 12 લાખથી વધુ રકમની સિલાઈ ખર્ચ પેટે ચૂકવવા

કરોડોના દેવાના બોજા હેઠળ દબાયેલી AMTSના સંચાલકો દ્વારા અંદાજે રૂ. 29 લાખથી વધુના ખર્ચે કાપડ ખરીદવા અને રૂ. 12 લાખથી વધુ રકમની સિલાઈ ખર્ચ પેટે ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે. આમ આવતીકાલની AMTS કમિટીમાં આ અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો AMTS પર વધુ ખર્ચ બોજ વધશે.

આ પણ વાંચો: વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

AMTSના કર્મચારીઓને બે જોડી ડ્રેસ આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે સંચાલકો દ્વારા AMTSને વધુ ખર્ચના ખાડામાં ઉત્તારાવાની પ્રયાસો હાથ ધરાઈ રહ્યા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. AMTSના કર્મચારીઓને બે જોડી ડ્રેસ આપવા માટે એક વેપારી પાસેથી કાપડ ખરીદવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Back to top button