અમદાવાદઃ મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું; નરોડા, રાણીપ સહિતના વિસ્તારોમાં 12 નવી સ્કુલ, 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે


18 જાન્યુઆરી 2025 અમદાવાદ; નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા ચાલુ વર્ષ એટલે કે 2025/26 માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણીનું કુલ 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટAMC રજુ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ બજેટની વિશેષતા એ છે કે આ વખતે કેન્દ્રમાં વિદ્યાર્થી, વાલી અને શાળાને રાખવામાં આવ્યા છે.
બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતા જણાવ્યું હતું કે આ બજેટમાં નવી શિક્ષણનીતિ 2020 અનુસાર બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ, રમતગમત, કળા સંગીત, વકૃત્વ, સેલ્ફ ડિફેન્સ, મુખ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મૂકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.
1143 કરોડનું બજેટ, ક્યાં કેટલું ખર્ચાશે
ચેરમેનને ખર્ચ અંગે વિગત આપતા ઉમેર્યું હતું કે એસ્ટાબ્લિશમેન્ટ પગાર ખર્ચ 91.17 ટકા એટલે કે 1 હજાર કરોડ 42 લાખથી વધુ, અને વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓનો ખર્ચ 6.78% એટલે કે 77 કરોડ, 50 લાખ અને શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 2.5 ટકા એટલે કે 2344.44 કરોડ જેટલું ફાળવવામાં આવ્યું છે.
52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે, 12 નવી સ્કુલ
અમદાવાદની સ્કૂલોમાં નવા ક્લાસરૂમ તથા રીપેરીંગ કરવામાં આવનાર ક્લાસોની માહિતી આપવા જણાવ્યું હતું કે કુલ શાળાની સંખ્યા 54 છે. જેમાં નવા ક્લાસરૂમની સંખ્યા 449 છે. તેમજ 37 જેટલી શાળાઓ રીપેરીંગ કરવામાં આવશે. અને 565 જેટલા ક્લાસરૂમને રીપેરીંગ કરવામાં આવશે. આ સાથે સૈજપુર, દાણીલીમડા, મોટેરા, બાપુનગર, લીલાનગર, નવા વાડજ, વિંઝોલ, રખિયાલ, ઓઢવની કુલ 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે અને ચાંદલોડિયા, અસારવા, સરખેજ, સૈજપુર, રાજપુર, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, નવા નરોડા જેવા વિસ્તારોમાં નવી શાળા બનાવવાની કામગીરી પ્રગતિમાં છે અને કુબેરનગર, કોતરપુર, સરદારનગર, નરોડા, કાલુપુર ,વટવા, ભાઈપુરા, રાણીપ, મણીનગર, બહેરામપુરા, અસારવા સહિતના વિસ્તારોમાં આ વર્ષમાં નવી શાળાઓ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ સમગ્ર શહેરમાં કુલ 12થી વધુ નવી કોર્પોરેશનની સરકારી સ્કૂલો બનશે.