- પ્લોટના વેચાણ માટે નવી નીતિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે
- 49 પ્લોટનું વેચાણ સમગ્ર રિવરફ્રન્ટ વિસ્તારના લગભગ 15 ટકા જેટલો
- સૌપ્રથમ નદીના પશ્ચિમ કિનારે આવેલા પાંચ પ્લોટ વેચવામાં આવે તેવી શક્યતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઈમ લોકેશનના 49 પ્લોટ વેચશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટ વેચવા અંગે નવી નીતિ ઘડવા AMCની કવાયત શરૂ થઇ છે. તથા ડેલવપમેન્ટ રાઈટ્સ સહિતની સંખ્યાબંધ મુશ્કેલીઓ દૂર થશે. તેમજ સૌપ્રથમ પશ્ચિમ કિનારાના પાંચ પ્લોટ વેચાશે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની
49 પ્લોટનું વેચાણ સમગ્ર રિવરફ્રન્ટ વિસ્તારના લગભગ 15 ટકા જેટલો
49 પ્લોટનું વેચાણ સમગ્ર રિવરફ્રન્ટ વિસ્તારના લગભગ 15 ટકા જેટલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. લગભગ એક દાયકાથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) પ્રાઈમ લોકેશનના 49 પ્લોટ વેચવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, આ હેતુસર 2016માં રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટના પ્લોટોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોવા છતાં આ પ્લોટોના વેચાણમાં નોંધપાત્ર વિલંબ થયો છે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
AMC દ્વારા નવી પોલિસી ઘડવામાં આવે
હવે AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટના વેચાણ માટે નવી નીતિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. AMC દ્વારા તૈયાર કરવામાં આવનારી નવી નીતિને પગલે બિલ્ડિંગ ફુટપ્રિન્ટ અને ડેલવપમેન્ટ રાઈટ્સ સહિતના સંખ્યાબંધ સમસ્યાઓ, મુશ્કેલીઓ દૂર થશે. AMC દ્વારા નવી પોલિસી ઘડવામાં આવે પછી સૌપ્રથમ નદીના પશ્ચિમ કિનારે આવેલા પાંચ પ્લોટ વેચવામાં આવે તેવી શક્યતા છે. સૂચિત પાંચ પ્લોટના વેચાણમાં મહત્વનો પ્રશ્ન એ હશે કે, 2016માં કરાયેલા મૂલ્યાંકનના બેઝ પ્રાઈસની સરખામણીએ નવું મૂલ્યાંકન વધી જશે અથવા 2022ના આંકડાની નજીક હશે? SRFDCLની અધિકૃત વેબસાઇટ અનુસાર, આ 49 પ્લોટનું વેચાણ સમગ્ર રિવરફ્રન્ટ વિસ્તારના લગભગ 15 ટકા જેટલો છે.
2016 માં, AMC દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રારંભિક મૂલ્યાંકનમાં જાહેર હરાજી માટે નિર્ધારિત બે પ્લોટની કિંમતો નક્કી કરવામાં આવી હતી. આ મૂલ્યાંકનને પગલે બિલ્ડર્સ- ડેવલપર્સ ચોંકી ઉઠયા હતા. 2016માં બે પ્લોટ પૈકી એક પ્લોટની કિંમત પ્રતિ ચો. મી. દીઠ રૂ. 7.86 લાખ અને બીજા પ્લોટની કિંમત પ્રતિ ચો.મી. દીઠ રૂ. 2.96 લાખ નક્કી કરાઈ હતી. AMC દ્વારા પ્લોટનો વિસ્તાર, ઊંચાઈ, ડેવલપમેન્ટના અધિકારો, ડેવલપમેન્ટ માટે વોલ્યુમેટ્રિક FSI અને બાંધકામ સ્પષ્ટીકરણ સહિત સર્વગ્રાહી માહિતી પૂરી પાડી હતી.