અમદાવાદગુજરાત

અમદાવાદ એલજી મેડિકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું

Text To Speech

અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી મેડિકલ હોસ્પિટલની એલજી મેડિકલ કોલેજનું નામ બદલવામાં આવ્યુ છે. જે નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ આપવામાં આવ્યુ છે. ત્યારે કોલેજના નામને લઈને નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા મંજૂર આપવામાં આવતા હવે અમદાવાદની એલજી મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.

એલજી મેડિકલ કોલેજ-HUM DEKHNGE NEWS
નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ આપવામાં આવ્યુ

આ પણ વાંચો: ઝૂલતો પુલ દુર્ઘટના પાછળ મોરબી નગરપાલિકા જવાબદાર: SITનો રિપોર્ટ આવ્યો સામે

એલજી મેડિકલ કોલેજનું નામ બદલવામાં આવ્યુ

એલજી મેડિકલ-HUM DEKHNGE NEWS
એલજી મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.

મેડિકલ કોલેજના નામને લઈને થોડા મહિના અગાઉ એલજી હોસ્પિટલમાં આવેલ અમદાવાદની મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવા પર અમદાવાદ મહાનગર પાલિકાએ ઠરાવ કર્યો હતો. જે ઠરાવ માન્ય રાખી નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે મંજૂર રાખ્યો હતો. જે બાદ હવે એલજી મેડિકલ કોલેજ તેના નવા નામકરણ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામથી ઓળખાશે.

Back to top button