ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો

Text To Speech
  • અગાઉ લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી
  • E-KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા વધારા કરી શકાશે
  • સ્ટેડિંગ કમિટી દ્વારા વધારાનો સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં AMC દ્વારા જન્મ-મરણ વિભાગ ખાતે E-KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા વધારા કરી શકાશે.

અગાઉ લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન E-KYCને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવાનું નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે

હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે. આ ઉપરાંત, લોકોને લાઈનમાં ઊભુ રહેવાની નોબત ન પડે એ માટે સ્ટેડિંગ કમિટી દ્વારા વધારાનો સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: બ્રિટનનો કેદી સુરતની જેલ સજા પૂરી કરશે, જાણો સમગ્ર ઘટના

Back to top button