ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ મહાનગર પાલિકાએ કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના અમલમાં મુકી

Text To Speech
  • આ કાર્ડ ધારકો રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે
  • 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે
  • 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને મફત સારવાર મળશે

અમદાવાદ મહાનગર પાલિકાએ કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના અમલમાં મુકી છે, ત્યારે શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને તેનો લાભ મળશે. આ કાર્ડ ધારકો રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.

https://twitter.com/AmdavadAMC/status/1854511939319456217

 

70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને મફત સારવાર મળશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી, ત્યારે શહેરમાં 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો આ યોજનાનો લાભ લઈને મફત સારવાર મેળવી શકે છે. આધાર કાર્ડના વેરિફિકેશન બાદ આ કાર્ડને ઈસ્યુ કરી શકાશે.

6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે

વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં ઉપયોગી જણાતી આ યોજનાને આયુષ્માન વય વંદના કાર્ડ કેહવાય છે. મળતી માહિત પ્રમાણે, 4.5 પરિવારો, 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

Back to top button