અમદાવાદ મનપા કમિશનર લોચન સહેરા IN-SPACeના જોઈન્ટ સેક્રેટરી બન્યા
અમદાવાદ મનપા કમિશનર લોચન સહેરાને રાજ્ય સરકારે બઢતી આપી છે. જેમાં કેન્દ્ર સરકારમાં થયેલી બદલી ના કારણે રાજ્ય સરકારની જવાબદારીમાંથી મુક્ત થયા છે. તેમજ આગામી ઓર્ડર સુધી અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે મનપા કમિશનર તરીકે કામ કરશે.
ગુજરાત કેડરમાંથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર(AMC) લોચન સેહરાની (Lochan Sahera)બદલી થઇ છે. લોચન સેહરા અમદાવાદ IN-SPACeમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા છે. લોચન સેહરાની ગુજરાત કેડરમાંથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના IAS અને રાષ્ટ્રપતિના પૂર્વ સેક્રેટરી અજય ભાદુને દિલ્લી ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમાયા છે. ઉલ્લેખનીય છે કે દિલ્લી ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનરની એક પોસ્ટ ખાલી હતી. અમદાવાદના કમિશનર તરીકે મૂકાયેલા 2002 બેચના આઇએએસ અધિકારી લોચન સેહરા અગાઉ સ્ટેમ્પડયુટીમાં સુપ્રિટેન્ડેન્ટ અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશન તરીકે પણ રહી ચૂક્યાં છે.