અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
અમદાવાદ/ SHE-Team દ્વારા મોર્નિંગ પેટ્રોલિંગ, જારી કર્યાં હેલ્પલાઈન નંબર્સ

અમદાવાદ, 25 એપ્રિલ 2025 : અમદાવાદ શહેર પોલીસ SHE-Team દ્વારા દરરોજ સવારે મોર્નિંગ પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ દરમ્યાન તેઓ સવારે 6:30 થી 8:30 ના સમયગાળામાં વિવિધ સ્થળો તેમજ શહેરના વિવિધ ગાર્ડન્સ, પાર્ક ની મુલાકાત લે છે.

પાર્કમાં આવતાં સિનિયર સિટીઝન્સમાટે વિવિધ સહાયકારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને તેઓને ચેઈનસ્નેચિંગથી સાવચેત રહેવા અંગે અને હેલ્પલાઇન નંબર 181, નંબર 100 અને સાઇબર ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 વિશે જાણકારી આપવામાં આવેલ છે.

શાળાએ જતાં બાળકો સાથે સંવાદ કરવામાં આવે છે તથા શાળાની આસપાસ વાલીઓ દ્વારા વ્યવસ્થિત વાહન પાર્કિંગ થાય અને સ્કૂલવાનના ડ્રાઇવરને પણ ટ્રાફિકના નિયમો નું પાલન કરવા જરુરી સુચનાઓ આપવામાં આવે છે.












