અમદાવાદ: ચોરીના 63થી વધુ ગુના ઉકેલાશે, રીઢો ચોર ઝડપાયો
- વડોદરા શહેર-જિલ્લાના 7 ગુનામાં આ રીઢો ચોર ફરાર હતો
- બંનેની જડતી કરતા ચોરીનો કુલ રૂા.17.39 લાખનો મુદ્દામાલ મળ્યો
- પલાસવાડા રેલવે ફાટક પાસે ઇકો કાર પકડી હતી
અમદાવાદના ચોરીના 63થી વધુ ગુનામાં સંડોવાયેલો રીઢો ચોર વડોદરામાંથી પકડાયો છે. જેમાં વાહન ચેકિંગમાં પકડાયેલા બંને પાસેથી 12.35 લાખના સોના-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. સોના-ચાંદીના દાગીના ચોરતી ગેંગ દાગીના સોનીને આપે તે ઓગાળીને રણી બનાવતો હતો.
આ પણ વાંચો: ગુજરાત: શિક્ષકનું અકસ્માતમાં મોત થતા HCએ વીમા કંપનીને રૂ.90 લાખ વળતર ચૂકવવા આદેશ
વડોદરા શહેર-જિલ્લાના 7 ગુનામાં આ રીઢો ચોર ફરાર હતો
શહેર નજીક પલાસવાડા રેલવે ફાટક પાસે ગતરાતે જિલ્લા પોલીસ ટીમે ચેકિંગ દરમિયાન ઇકો કાર પકડી હતી. આ કારમાંથી 70 ગુનામાં પકડાયેલો રીઢો ચોર અને અમદાવાદનો સોની હતો. બંનેની જડતી કરતા ચોરીનો કુલ રૂા.17.39 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. વડોદરા શહેર-જિલ્લાના 7 ગુનામાં આ રીઢો ચોર ફરાર હતો.
આ પણ વાંચો: અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
પલાસવાડા રેલવે ફાટક પાસે ઇકો કાર પકડી હતી
જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગતરાતે પલાસવાડા રેલવે ફાટક પાસે ઇકો કાર પકડી હતી. કારના કાગળીયા માંગતા અંદર બેસેલા શખસે ગલ્લા-તલ્લા કર્યા હતા. નંબર આધારે તપાસ કરતા કારના માલિક કરજણના હોવાનું બહાર આવ્યું હતું. જેથી કારમાં સવાર જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ ભોંડ (સિકલીગર) (રહે.ભરૂચ અને રણોલી) અને સંજય મોહન સોની (રહે.હાથીજણ, અમદાવાદ)ની જડતી લેતા જોગીંદર પાસેથી સોનાની બે રણી અને સંજય પાસેથી સોનાની ત્રણ તથા ઓગાળેલ ચાંદીની એક રણી મળી હતી. આ ઉપરાંત ઇકોમાંથી ડીસમીસ, કાતર અને વાંદરી પાના જેવા ચોરી કરવાના સાધનો પણ મળ્યાં હતા.