ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: બે વર્ષમાં 4600થી વધુ બાળકોને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા

Text To Speech
  • દર વર્ષે સ્કૂલોમાં થતા શાળા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમ અંતર્ગત માહિતી મળી
  • વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગ દ્વારા માહિતી અપાઇ
  • સૌથી વઘુ 2318 બાાળકો હૃદય સંબંધિત બીમારીના છે

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલોમાં થતા શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ અંતર્ગત માત્ર અમદાવાદ જિલ્લામાં જ છેલ્લા બે વર્ષમાં 4600થી વઘુ બાળકો કિડની, હદય અને કેન્સરની બીમારીથી પીડિતા હોવાનું નોંધાયુ છે. જેમાં સૌથી વઘુ 2318 બાાળકો હૃદય સંબંધિત બીમારીના છે અને 1620 બાળકો કિડની તેમજ 670 બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું નોંધાયુ છે.

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગ દ્વારા માહિતી અપાઇ

શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન ઘ્યાનમાં આવેલા બાળકોને 20.50 કરોડના ખર્ચે સારવાર અપાઈ છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામા આવી હતી કે, 31 જાન્યુઆરી, 2025ની સ્થિતિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 4608 બાળકો હૃદય, કિડની અને કેન્સરની બિમારથી પીડાતા નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં હૃદયની બીમારીના 1933 કેસ

અમદાવાદ શહેરમાં હૃદયની બીમારીના 1933, કિડનીની બીમારીના 1482 અને કેન્સરની બીમારીના 579 બાળકો છે. જ્યારે જિલ્લામાં હૃદયની બીમારીના 385, કિડનીની બીમારીના 138 અને કેન્સરની બીમારીના 91 બાળકો છે. આમ, સમગ્ર જિલ્લામાં હ્રદયની બીમારીના કુલ 2318, કિડની બીમારીના કુલ 1620 અને કેન્સરની બીમારીના કુલ 670 બાળકો નોંધાયા છે.

આ પણ વાંચો: ગુજરાત : નારિયેળ તેલનો ભાવ વિક્રમી સપાટીએ, પ્રતિ ડબાના ભાવમાં જાણો કેટલો થયો વધારો 

Back to top button