ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદઃ 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં તોડફોડ કરી, પોલીસ દોડતી થઇ, જુઓ Video

  • 20 દિવસ પહેલા થયો વિવાદ, મોડી રાતે કરાયો હુમલો
  • સીખ સમુદાયના હોવાને કારણે હુમલો કરવામાં આવ્યો: સ્થાનિકો
  • અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી

અમદાવાદમાં મોડી રાતે જૂના વાડજ ખાતેની રામકોલોની સોસાયટીમાં અંગત અદાવતમાં 100થી વધુ યુવકોનું ટોળું ઘાતક હથિયારો, ધોકા અને પાઇપ લઈને ઘુસી આવ્યું હતું. અને સોસાયટીમાં રહેલા તમામ વાહનો ઉપર ધોકા વાળી કરી હતી. આશરે 10 થી 15 ગાડીઓમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મામલાની જાણ થતા JCP નીરજ બડગુજર, DCP વિશાખા ડબરાલ, નારણપુરા PI સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફ્લો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આશરે 10થી વધુ પોલીસ પીસીઆર વાહન બનાવના સ્થળે ખસેડી દેવામાં આવી હતી.

 

20 દિવસ પહેલા થયો વિવાદ, મોડી રાતે કરાયો હુમલો

સોસાયટીમાં રહેતા તથા ઘટના સ્થળે હાજર કુલવંતસિંહ સાથે એચડી ન્યૂઝની ટીમે વાતચીત કરતા જણાવ્યું હતું કે વાડજની રામકોલોની સોસાયટી પાસે ઓઝોન વિસ્તાર આવેલો છે ત્યાં એક મહિલા રહે છે જેને મળવા માટે ભરવાડ યુવાનો આવે છે. ત્યાં અમારા સમાજના એક બે ઘર આવેલા છે. આશરે 20થી 25 દિવસ પહેલા આ લોકોને સોસાયટીમાં શોર શરાબા તથા ન્યૂશન્સ ન કરવા માટે જણાવ્યું હતું. જે બાદ ત્યાં ગાળા ગાળી થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. જેની અદાવતમાં આજે મોટી સંખ્યામાં ટોળાએ આવીને સોસાયટીમાં 10 થી 15 ગાડીઓમાં ધોકા પાઇપ વડે તોડફોડ કરી છે. અને દરેક ગાડીમાં ઓછામાં ઓછા 1 લાખ જેટલું નુકસાન કર્યું છે.

સોસાયટીમાં એક પણ સરદાર ન રહેવો જોઈએ

કુલવંતસિંહએ વધુમાં જણાવ્યું હતું કે અમે સીખ સમુદાયના હોવાને કારણે હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનારાઓની ઈચ્છા છે કે આ સોસાયટીમાં એક પણ સરદાર ન રહેવો જોઈએ અને અહીંયાથી તમામ સીખ સમુદાયના લોકો મકાન ખાલી કરીને જતા રહે એવી ધમકી અમને આપવામાં આવી છે. જેના કારણે આજે ઘર સુધી એટેક કરવામાં આવ્યા છે.

અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી

અત્રે મહત્વનું છે કે આશરે 20 થી 25 દિવસ પહેલા સોસાયટીની પાસે આવેલા ઓઝોનમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી જેની જાણ નારણપુરા પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કાર્યવાહી ન કરાતા આજે મોટી સંખ્યામાં ટોળાએ આવીને સોસાયટીમાં ઘૂસીને તોડફોડ કરી હતી. હાલ તો બનાવ બનતા મોડી રાતે અમદાવાદ પોલીસ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં, 15 દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત 

Back to top button