અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ મકરબા મ્યુનિસિપલ ઉધાનમાં MLA અમિત ઠાકરે શંકરાચાર્યની મૂર્તિનું સ્થાપન કર્યું

Text To Speech

24 નવેમ્બર અમદાવાદ: સમગ્ર દેશમાં શાંતિનું પ્રતીક એવા શંકરાચાર્યની મૂર્તિનું અમદાવાદના મકરબા ખાતે આવેલા મ્યુનિસિપલ ઉધાનમાં આજે સવારે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમજ સરખેજ વોર્ડના તમામ કોર્પોરેટરોની હાજરીમાં સ્થાપન કરાયું હતું. સરખેજ તેમજ મકરબા વિસ્તારના ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ આ પ્રસંગમાં જોડાયા હતા.

આદિ શંકરાચાર્યની મૂર્તિનું સ્થાપન
અમદાવાદ શહેરનાં મકરબા ખાતે આવેલું અંદાજે સાડા પાંચ કરોડના ખર્ચે બનેલું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં હસ્તે 2022માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરનું સૌથી સુંદર અને રમણીય અને વિસ્તારના લોકોની આજીવિકાનું સાધન બનેલું એવું સુંદર મજાનું ગાર્ડન આજે મકરબાની ઓળખ બન્યું છે, તેવામાં આજે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ગાર્ડનમાં શાંતિનું પ્રતીક એવા શંકરાચાર્યની મૂર્તિનું સ્થાપન કરી આ ગાર્ડનને શંકરાચાર્ય તરીકે ઓળખાવવા માટે મહત્વનું યોગદાન પૂરું પાડ્યું હતું. સાથે આ ગાર્ડનની ઓળખ હવેથી શંકરાચાર્ય ગાર્ડન તરીકે થશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.

આદિ શંકરાચાર્યે સનાતન ધર્મની ઓળખ ઊભી કરી
ધારાસભ્ય અમિત ઠાકરે હમ દેખેંગે ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સનાતન ધર્મને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો સનાતન ધર્મની આપના ન થઈ હોત તો આજે લોકો શાંતિ શોધવા માટે ક્યાં જાત? શંકરાચાર્ય દ્વારા દેશના ચારે ખૂણામાં વિશાળ મઠની સ્થાપના કરવામાં આવી, આદિ શંકરાચાર્યે બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાના આંગણે આવી ઉભા હતા ત્યારે સમગ્ર દેશમાં અને વિશ્વમાં સનાતન ધર્મની એક આલેખ જગાવી આવા મહાન આદિ શંકરાચાર્ય આપણી પૃથ્વી ઉપર જન્મ્યાએ આપણા માટે ગૌરવની વાત છે.

મૂર્તિ સ્થાપના પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર સાથે સરખેજ વોર્ડના કોર્પોરેટર જયેશ ત્રિવેદી, સુરેન્દ્ર ખાચર, જયાબેન દેસાઈ, તથા અલકાબેન શાહનાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button