અમદાવાદ: 6 લેન એલીવેટેડ બ્રિજ બનતા આ વિસ્તારમાંથી પસાર થતા લાખો વાહન ચાલકોને ફાયદો થશે
- આગામી બે વર્ષમાં કામ પુરુ થઇ જવાનો ઓથોરિટીએ દાવો કર્યો
- ખાણીપીણીના સ્ટોલ પર જવા માટે લોકો સરળતાથી પાર્કિંગ કરી શકશે
- વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે 1,200 કરોડ ખર્ચાશે
અમદાવાદમાં 6 લેન એલીવેટેડ બ્રિજ બનતા વિસ્તારમાંથી પસાર થતા લાખો વાહન ચાલકોને ફાયદો થશે. જેમાં ઇસ્કોનથી સાણંદ 530 કરોડમાં બનનાર 6 લેન એલિવેટેડ બ્રિજથી દોઢ-લાખ વાહનચાલકને ફાયદો. આગામી બે વર્ષમાં કામ પૂરું થઇ જવાનો નેશનલ હાઇવે ઓથોરિટીનો દાવો છે. YMCA, કર્ણાવતી, પ્રહલાદનગર તરફ જતાં વાહનચાલકો માટે રેમ્પ, બ્રિજની નીચે પાર્કિંગ બનશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે આ શહેરોમાં ભારે વરસાદની આગાહી
આગામી બે વર્ષમાં કામ પુરુ થઇ જવાનો ઓથોરિટીએ દાવો કર્યો
સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન છે. સાણંદથી ગાંધીનગર જવામાં વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇસ્કોનથી સાણંદ સુધી રૂપિયા 530 કરોડમાં બનનાર 4 કિ.મી.6 લેન એલીવેટેડ બ્રિજથી દોઢ લાખ વાહન ચાલકોને ફાયદો થશે. એલીવેટેડ બ્રિજના લીધે વાહન ચાલકોને YMCA, કર્ણાવતી, પ્રહલાદ નગર સર્કલ નહીં નડે અને આ વિસ્તાર તરફ જતાં વાહન ચાલકો માટે રેમ્પ પણ બનશે. આગામી બે વર્ષમાં કામ પુરુ થઇ જવાનો ઓથોરિટીએ દાવો કર્યો છે.
ખાણીપીણીના સ્ટોલ પર જવા માટે લોકો સરળતાથી પાર્કિંગ કરી શકશે
નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઇસ્કોનથી સાણંદ સુધીના ચાર કિ.મી. લાંબા એલીવેટેડ કોરીડોરથી 6 લેન અને 27 મીટર પહોળો હશે. સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન કરાશે. એટલું જ નહીં હાલ YMCA, કર્ણાવતી અને પ્રહલાદનગર સર્કલ પર ટ્રાફિકના લીધે ઘણીવાર ઘણો સમય જાય છે. જે બ્રિજ બન્યા પછી સર્કલ પરથી એલીવેટેડ બ્રિજથી સીધા ગાંધીનગર કે વચ્ચે આવતા વિસ્તારોમાં રેમ્પ મારફત જઇ શકાશે. બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા રહેશે. જેથી કરીને ખાણીપીણીના સ્ટોલ પર જવા માટે લોકો સરળતાથી પાર્કિંગ કરી શકશે.
વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે 1,200 કરોડ ખર્ચાશે
વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે રૂપિયા 1200 કરોડ ખર્ચાશે. હાલ વિશાલાથી નારોલના બ્રિજ પર હાલ સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મુખ્યબ્રિજ બંને બાજુ 6 અને 6 લેન મળી કુલ 12 લેનનો 500 મીટર લાંબો અને 42 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. તેવું જણાવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું કે, ઓવરબ્રિજની સાથે નારોલથી વિશાલા થઇ સરખેજ સુધી 5 કિ.મી.નો એલિવેટેડ બ્રિજ બનવાથી દોઢ લાખ વાહન ચાલકોને સીધો ફાયદો થશે. જેમાં જુહાપુરા અને વેજલપુરના લોકોને નારોલ જવામાં ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. આ ઉપરાંત વાસણા, પાલડી અને વેજલપુરના લોકોને સરખેજ જવામાં પણ વિલંબ નહીં રહે. ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ગઇ છે. ટુંકસમયમાં કામ ચાલુ થશે. આગામી 2027માં કામ પૂર્ણ થશે.