અમદાવાદ : વર્લ્ડકપ માટે મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો વધારો


- લોકો શાંતિપૂર્ણ માહોલમાં વર્લ્ડ કપ મેચોની મજા માણી શકશે
અમદાવાદમાં હાલ મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આવનારા દિવસોમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મંગળવારે(3 ઓક્ટોબરે) નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્લ્ડકપ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી મેટ્રોમાં મુસાફરી કરતાં લોકોને સરળતા રહેશે અને વર્લ્ડકપની મજા શાંતિપૂર્ણ માહોલમાં માણી શકશે.
મેટ્રો ટ્રેનના સમયમાં વધારો
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નીચેની તારીખો પર સુનિશ્ચિત વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન નીચે આપેલા સમય મુજબ ઉપલબ્ધ રહેશે.
મળતી માહિતી અનુસાર, રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નીકળવાના દરવાજા જ ખોલવામાં આવશે. પ્રવેશ દ્વાર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ઉલ્લેખિત તારીખોએ રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે જે પરત ફરતી વખતે મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂપિયા 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાય છે…
આ પણ જાણો:ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શનમાં મુકવામાં આવી