અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, તમે પણ જાણી લો શું છે નવું સમયપત્રક
અમદાવાદની જનતા માટે રાહતના સમાચર આવ્યા છે. જેમાં હવે જે મેટ્રો ટ્રેન અત્યાર સુધી સવારે 9 લા્યાથી શરૂ થઈ રહી હતી તેનો સમય સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. સાથે જ રાત્રે 10 વાગ્યા સુધી દોડતી મેટ્રો ટ્રેન મુસાફરોને દર 15 મિનિટે મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ કારણે વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા સાથે જોડાયેલા લોકોને સરળતાથી મેટ્રો ટ્રેનનો લાભ મળી શકશે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાથી બદલી 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. તો સાથે દર 15 મિનિટે ટ્રેન મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. આ નિર્ણયથી અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે.
આ પણ વાંચો : આજે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએ હિલ સ્ટેશન જેવો નજારો, ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન
હાલ આ નિર્ણય હંગામી ધોરણે એક મહિના માટે લેવામાં આવ્યો છે. જો મુસાફરોની સંખ્યા વધુ રહેશે, તો આ નિર્ણય કાયમી કરવા પર વિચારણા થઇ શકે છે. મેટ્રો રેલ દ્વારા લેવાયેલા ટ્રેનના સમયપત્રકના ફેરફાર અંગેના નિર્ણયથી મુસાફરોને ઘણો મોટો ફાયદો રહેશે તે નક્કી છે.