IPLને ધ્યાને લઈ અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો સમય
IPLને ધ્યાને લઈ અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. મુસાફરોને રાત્રે કોઈ અગવડ ન પડે તે માટે તંત્રએ મેટ્રોનો સમય લંબાવ્યો છે. IPL દરમિયાન મેટ્રો રાત્રિના દોઢ વાગ્યા સુધી દોડાવવામાં આવશે. સવારે 7થી થી રાત્રિના 1.30 વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
અમદાવાદ મેટ્રોના સમય લંબાવાયો
IPL2023ની પ્રથમ મેચ 31મી માર્ચે એટલે કે શુક્રવારના રોજ રમાવા જઈ રહી છે. આ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ત્યારે આ IPLને ધ્યાને રાખી અમદાવાદ મેટ્રોના સમય ફરી લંબાવવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી રાત્રિના દોઢ વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે લેવાયો નિર્ણય
હાલના સમયની વાત કરવામાં આવે તો હાલ સવારે 7થી રાત્રિના 10 સુધીનો મેટ્રોનો સમય હતો. જે લંબાવાની હવે રાત્રિના દોઢ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની 7 મેચ રમાવાની છે. ત્યારે આ મેચ જોવા આવતા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને કરાયો હતો ફેરફાર
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે અને મેટ્રો સ્ટેશન પરથી મુસાફરોને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે માવઠું?