ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCના કસૂરવાર કર્મચારીઓ દ્વારા ‘દયાની અરજી’ કરવામાં આવી

  • નાણાંની ઉચાપત કેસોમાં રિમૂવ, સસ્પેન્ડ થયેલ કર્મીઓએ અરજી કરી
  • તા. 2 જૂને યોજાનારી અપીલ સબ કમિટીમાં 29 કેસોમાં નિર્ણય લેવાશે
  • AMCમાં નોકરી મેળવવા માટે ખોટા પુરાવા રજૂ કરતા ભરાયા

અમદાવાદ AMCમાં નોકરી મેળવવા માટે ખોટા પુરાવા રજૂ કરવા, ફરજ દરમિયાન નાણાકીય ગેરરીતિ- ઉચાપત કરવા, રજા મંજૂર કરાવ્યા વિના લાંબા સમય સુધી ગેરહાજર રહેતા કર્મચારીઓને બરતરફ કરવા કે સસ્પેન્ડ કરવા અને ઈન્ક્રિમેન્ટમાં કાપ મૂકવા સહિતના પગલાં લેવામાં આવે છે.

આ પણ વાંચો: મોદી સરકારના સફળતાના 9 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં યોજાશે વિવિધ કાર્યક્રમ 

કસૂરવાર કર્મચારીઓ દ્વારા ‘દયાની અરજી’ કરવામાં આવે છે

આ પ્રકારે આકરાં પગલાં લેવામાં આવતાં કસૂરવાર કર્મચારીઓ દ્વારા ‘દયાની અરજી’ કરવામાં આવે છે. આ પ્રકારે થયેલી કુલ 29 દયાની અરજી અંગે તા. 2 જૂન, 2023, શુક્રવારના રોજ યોજાનારી અપીલ સબ કમિટીમાં નિર્ણય લેવામાં આવશે. ગોમતીપુરમાં કાયમી સફઇ કામદાર તરીકે ફરજ બજાવતાં જિતેન્દ્રકુમાર વાઘેલા કાયદેસરનાં વારસદાર ન હોવા છતાં ખોટા પુરાવા રજૂ કરીને નોકરી મેળવી હોવાનો પર્દાફાશ અમરત ગળીયેલ નામનાં વ્યક્તિએ કર્યો હતો અને મ્યુનિ.માં ફરીયાદ કરી હતી કે, તેમનાં દાદા-દાદીનાં વારસદાર તરીકે જીતેન્દ્રકુમારે નોકરી મેળવી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં જાહેર સ્થળો પર તમાકુની બનાવટો વેચતા વેપારીઓને દંડ 

ખાતાકીય તપાસમાં આક્ષેપો સાચા પુરવાર થયા

આ કિસ્સામાં તપાસ બાદ તા.7-2-2012માં તહોમતનામુ રજૂ થયું હતું અને ખાતાકીય તપાસમાં આક્ષેપો સાચા પૂરવાર થતાં તા.28-5-21નાં રોજ જિતેન્દ્રકુમારને ઘરભેગો- રિમૂવ કરવાનો હુકમ સામે તેણે દયાની અરજી કરી છે. લાંભા વોર્ડમાં મોટર મજૂર તરીકે ફરજ બજાવતાં પ્રહલાદભાઇ પરમાર જેનુ મૂળ નામ રવિ પરમાર છે તેણે ખોટા પુરાવા અને દસ્તાવેજો રજૂ કરી મ્યુનિ.માં નોકરી મેળવી લીધી હતી. પરંતુ મ્યુનિ.માં એકસરખા પાન નંબર, નામ અને સરનામુ ધરાવતાં બે અલગ અલગ વ્યક્તિ જુદા જુદા એમ્પ્લોય નંબરથી નોકરી કરતાં હોવાનુ ધ્યાને આવ્યુ હતું. ત્યારબાદ આ સમગ્ર કિસ્સાની તપાસ કરાતાં લાંભામાં પ્રહલાદભાઇ પરમાર તરીકે નોકરી કરતાં રવિ પરમારે ખોટા પુરાવા અને દસ્તાવેજોથી નોકરી મેળવી હોવાનુ પુરવાર થતાં તેને તા.5-10-2020માં ચાર્જશીટ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ખાતાકીય તપાસમાં આક્ષેપો સાચા પુરવાર થયા હતા.

Back to top button