ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં મેઘતાંડવ, 4 કલાકમાં અનરાધાર વરસાદ, આવતીકાલ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ

Text To Speech

અમદાવાદમાં આજે ધોધમાર વરસાદના પગલે જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદમાં આજે મેઘતાંડવ જોવા મળ્યું છે. અમદાવાદમાં સાંજના 7 વાગ્યાથી વરસાદે અનરાધાર બેટિંગ શરૂ કરી છે. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શહેરને ધમરોળી રહ્યો છે. રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1. 5 ઈંચ વરસાદ પડી ગયો હતો એકી સાથે વરસાદે માઝા મૂકતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સિઝનનો સૌથી વધુ આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારમાં પાણી પાણી થયા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સૌથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદવાદા શહેરેમાં સૌથી વધુ પાલડીમાં 10 ઈંચ જેટલો ખાબક્યો હતો. અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર જાણે નદી વહી રહી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે અમદાવાદ કમિશ્નરે તાબડતોબ બેઠક બોલાવી હતી. અમદાવાદ શહેરમાં સરેરાશ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં રાતના 10 વાગ્યા સુધી વરસાદના આંકડાની વાત કરીએ તો પાલડીમાં જોધપુરમાં 7.5 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ, ઉસ્માનપુરામાં 8 ઈંચ, મકરપુરામાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં સેટેલાઈટ, પ્રહલાદનગર, પકવાન, થલતેજ, ગોતા, સોલા, વૈષ્ણોદેવી, પાલડી, બાપુનગર, ઠક્કરનગર, નરોડા, નરોલ સહિત લગભગ શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો છે.કેટલીક જગ્યાએ વાહનો બંધ થવાની ઘટનાઓ તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. છેલ્લા 3 4 દિવસમાં અમદાવાદમાં સારો વરસાદ પડતાં સિઝનનો 25 % વરસાદ શહેરમાં થઈ ગયો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે હાટકેશ્વર સર્કલ 3 દિવસમાં ફરી બેટમાં ફેરવાયું છે. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાયા છે. તો સર્વોદયનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. ખોખરા સર્કલથી હાટકેશ્વર અને CTMના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. 132 ફુટ રિંગરોડ, અમરાઈવાડીથી ગોરના કુવાના રોડ ડૂબ્યા છે. અમદાવાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વાસણા ટેલિફોન એક્સચેન્જ નજીક ઘુંટણસમા પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ બની છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડ્યા છે. વાહનોને ધક્કા લગાવતા વાહનચાલકો પડ્યા નજરે છે.

અમદાવાદના પાલડીમાં સૌથી વધુ 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 8 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો  મક્તમપુરા અને જોધપુરમાં 7.5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. બોપલ અને ગોતામાં 6 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો હતો.

Back to top button