અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અંતર્ગત મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય અમિત શાહ હાજર રહી વૃક્ષારોપણ કર્યું

Text To Speech

અમદાવાદ 26 જૂન 2024 :  અમદાવાદના વાસણા બેરેજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “એક પેડ માઁ કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પર્યાવરણના જતન અને બચાવ માટે આ પ્રકારના કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત આજે સવારે ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ તેમજ મેયર પ્રતિભા જૈન હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.

પર્યાવરણનું જતન એ જ માનવનું જતન: અમિત શાહ

વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત થકી એલિસબ્રીજનાં ધારાસભ્ય અમિત શાહે એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું કે વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે. જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષનું રોપણ કરવું જોઈએ. જેથી પર્યાવરણ અને માનવને બચાવી શકાય કારણ કે માનવ અને પર્યાવરણની વ્યાખ્યા ક્યારેય જુદી જુદી ન હોઈ શકે, પર્યાવરણનું જતન એ જ માનવનું જતન છે પર્યાવરણ વગર આ પૃથ્વી ઉપર માનવ જીવનની કલ્પનાં કરવી પણ મુશ્કેલ છે.

આ પૃથ્વીને તમામ પ્રકારના કુદરતી સંકટોથી બચાવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું અત્યંત જરૂરી બન્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “એક પેડ માઁ કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદનાં અધિકારીઓ પદાધિકારીઓ અને સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ પણ વાંચો :  “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” : પ્રથમ દિવસની પ્રથમ શાળા પ્રસંગે ઉદ્યોગ મંત્રી હાજર રહ્યા, જાણો શું કહ્યું?

Back to top button