ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: મણિનગર રેલવે સ્ટેશન રોડ 3 મહિના માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

Text To Speech
  • એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં
  • મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ બંધ

અમદાવાદ શહેરનો મણિનગર રેલવે સ્ટેશન રોડ 3 મહિના માટે બંધ રહેશે જેમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલા પિલ્લર ઉપર રેલવે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેને લઈને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ બંધ કરાશે.

એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ

મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે ત્રણ મહિના સુધી બંધ રહેશે.

જાણો વૈકલ્પિક માર્ગ:

ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રોડ ચાલુ છે. તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે. આ ઉપરાંત કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ. જી. હૉસ્પિટલ, સિદ્ધિ વિનાયક હૉસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલર્સની દુકાને બંદૂકની અણીએ લૂંટ થઈ, પોલીસે નાકાબંધી કરી

Back to top button