ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: IAS અધિકારી હોવાનું કહીને ગઠિયાએ અનેક સાથે છેતરપિંડી આચરી

  • ઇનોવા ભાડે લીધા બાદ બોગસ લેટરના આધારે તેમા સાયરન અને પડદા લગાવ્યા
  • પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
  • સરકારી નોકરી અપાવવાનું કહીને ત્રણ લાખ રૂપિયા લઇને બનાવટી લેટર આપ્યો

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની સરકાર ઓળખ આઇએએસ તરીકે આપીને સરકારી કામ કામ માટે બે ઇનોવા ભાડે લીધા બાદ બોગસ લેટરના આધારે તેમા સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યા પર ફરી છેતરપિંડી આચરી છે.

પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી

મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના પાલડીમાં આવેલા આર્યન ફ્લેટ ખાતે રહેતા પ્રતિક શાહ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે. ગત છ સપ્ટેમ્બરના રોજ તેમને મેહુલ શાહ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપી હતી.

ગઠિયાએ પ્રતિકભાઇને જણાવ્યું હતું કે તેને સરકારી કામ ઇનોવા કારની જરૂર છે

ગઠિયાએ પ્રતિકભાઇને જણાવ્યું હતું કે તેને સરકારી કામ ઇનોવા કારની જરૂર છે. જેથી પ્રતિકભાઇએ પ્રતિદિન 3500 રૂપિયા ભાડુ, ડીઝલનો ખર્ચ નક્કી કરીને મેહુલ શાહે કારમાં સાયરન અને પડદા લગાવવા માટેનો ગૃહ મંત્રાલયના સચિવની વાળો લેટર આપીને સાયરન અને પડદા લગાવ્યા હતા. આ ઉપરાંત, તેણે 19મી ઓક્ટોબરે કોલ કરીને પોતે અસારવા સ્કૂલનો ટ્રસ્ટી હોવાથીને સ્કૂલ ટુર માટે બે લક્ઝરી બસ ભાડે મંગાવી હતી અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં તેને પરિવારને લાવવા મુકવા માટે કાર મંગાવી હતી. ત્યારબાદ તેણે અન્ય ઇનોવા કાર ભાડે લઇને તેમાં પણ સાયરન અને પડદા લગાવ્યા હતા.

સરકારી નોકરી અપાવવાનું કહીને ત્રણ લાખ રૂપિયા લઇને બનાવટી લેટર આપ્યો

તેમજ એક વ્યક્તિના દીકરાને અસારવામાં આવેલી વિશ્વ વિદ્યાલયમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું કહીને ત્રણ લાખ રૂપિયા લઇને જિલ્લા શિક્ષણાધિકારી આર એમ ચૌધરીની સહી વાળો બનાવટી લેટર પણ આપ્યો હતો. બાદમાં ઇનોવાનું ભાડુ આપવાનું થતા તે ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઇ ગયો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મેહુલ શાહે કારને ભાડે કરીને સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારી હોવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

Back to top button