અમદાવાદઃ કુબેરનગરનું સંતોષી માતા મંદિર તોડી પાડવાનાં દબાણને લઈને મહંતે કરી આત્મહત્યા; ટોર્ચર કર્યાં હોવાનો આક્ષેપ

16 માર્ય 2025 અમદાવાદ: શહેરના કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ મંદિરમાં જ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મહંતના દીકરાનો આક્ષેપ છે કે મંદિર તોડી પાડવા કોર્પોરેશન બિલ્ડર તથા સરદાર નગર પોલીસ દ્વારા વારંવાર દબાણ કરાતા આપઘાત કર્યો છે. ક્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ મંદિર તોડવાની કોઈ નોટિસ આપી નથી તેઓ પણ ખુલાસો સામે આવ્યો છે. બીજી બાજુ આ વાતની જાણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને થતા સાંજે મહંતના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને મહંતના પરિવારને ન્યાય અપાવવા માંગણી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
AMC, પોલીસ અને બિલ્ડર મંદિર તોડવા ટોર્ચર કરતા
આત્મહત્યા કરનાર સંતોષી માતા મંદિરના મહંત મહેન્દ્રભાઈના પુત્ર બ્રિજેશભાઈએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંતોષીનગરના છાપરા ખાતે અમારું મકાન અને વર્ષો જૂના મંદિર આવેલા છે. 1972 પહેલા સંતોષી માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું જેની બાજુમાં બીજા બે મંદિર બનાવવામાં આવ્યા છે મોટું મંદિર પરિસર અહીં બનેલો છે. જેને તોડી પાડવા માટે કોર્પોરેશન સરદાર નગર પોલીસ બિલ્ડર દ્વારા સંયુક્ત દબાણ કરતા આજે મારા પિતા મહંત મહેન્દ્રભાઈ મણીકરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
જે સંબંધીને જીવનદાન આપ્યું તેમણે જ ટોર્ચર કર્યા
કોર્પોરેશનના સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બિલ્ડરને આપવામાં આવેલા વર્ક ઓર્ડરમાં ચાર નંબરના મુદ્દામાં 1251 ચોરસ મીટરનો પ્લોટ જેમાં પૌરાણિક મંદિરો આવેલા છે તેને હટાવ્યા વિના પ્લોટ પ્લાનિંગ કરવું તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ મહંતે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે જેમાં છેલ્લા ચાર વર્ષથી મંદિરને બચાવવાની લડાઈમાં પોતાના જ પારકા સાથે મળી તેમના વિરુદ્ધ ઉભા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મંદિરના પૂજારી મૃતક મહેન્દ્રભાઈએ મંદિર તોડવાને લઈને કેટલાક વાક્યો લખેલા બેનર અને પોસ્ટર પણ પોતાના મંદિરમાં લગાવ્યા હતા. જોકે આ મામલે હાલ સરદાર નગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે અંતિમ યાત્રામાં હાજરી આપી
ઘટનાની જાણ થતા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મહંત મહેન્દ્રભાઈ તથા તેમના પરિવારને સાંત્વના પાઠવવા તેમજ આગળ જતા આ લડાઈમાં સાથે રહેવા અને જરૂર પડે તો ન્યાય અપાવવા માટે લડત લોટ છે તેવી ખાત્રી આપી હતી.