ગુજરાત

અમદાવાદ: માધવપુરા બેંકના રૂ.1,020 કરોડના કૌભાંડીની મુશ્કેલી વધી

Text To Speech
  • ગેરકાયદે રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખને કરોડોની લોન આપી હતી
  • માધવપુરા બેન્કના પૂર્વ MDને અગાઉ જામીન મળેલા, 10 વર્ષ પૂર્વે પુનઃ ધરપકડ
  • દેવેન્દ્ર પંડયા સામે સીઆઈડી ક્રાઈમના જ 73 ગુના નોંધાયેલા છે

અમદાવાદની માધવપુરા બેંકના રૂ.1,020 કરોડના કૌભાંડી દેવેન્દ્ર પંડયાની જામીન અરજી એસીબીના ખાસ જજ વી.બી.રાજપૂતે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી સામે પ્રથમદર્શીય કેસ છે, આરોપી સામેનો આરોપો અને કેસના તથ્યો ધ્યાને લેતા અરજી યોગ્ય જણાતી નથી. ઉલ્લેખનીય છે કે, માધવપુરા બેંકના એમડી દેવેન્દ્ર પંડયા અગાઉ જામીન પર મુકત થયા બાદ દસ વર્ષે ક્રાઈમ બ્રાન્ચે પકડયા હતા. આરોપી દેવેન્દ્ર પંડયાની 85 વર્ષની ઉમર છે અને તેમની સામે સીઆઈડી ક્રાઈમમાં કુલ 73 ગુના નોંધાયા હતા. સીઆઈડી ક્રાઈમ દ્વારા આરોપી સામે વર્ષ 2001થી 2023 સુધી તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટો દાખલ કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં થયા MOU,કંપની સાણંદ ખાતે રૂ.2,000 કરોડનું રોકાણ કરશે

રોકાણકારોના આશરે 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબેલા

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કઈ વર્ષ 2001માં માધવપુરા બેંકના રોકાણકારો 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હતા.જેમાં MD તરીકે દેવેન્દ્ર પંડયા હતા.જે તે સમયે સીઆઇડી ક્રાઇમએ ગુનો નોંધી દેવેન્દ્ર પંડયાની ધરપકડ કરી હતી.વર્ષ 2012માં દેવેન્દ્ર પંડયાની શરતી જામીન પર મુક્ત કર્યા હતા. તાજેતરમાં સીઆઇડી ક્રાઇમ ધ્યાન પર આવ્યું હતું કે આરોપી દેવેન્દ્ર પંડયા વોન્ટેડ થયા છે.

આ પણ વાંચો: ગુજરાત: આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહિં હોય તો થશે આ નુકસાન 

ગેરકાયદે રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખને કરોડોની લોન આપી હતી

નોંધનીય છે કે વર્ષ 2001માં માધવપુરા મર્ચન્ટાઇલ કો.ઓપરેટીવ બેંકમાંથી ગેરકાયદે રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખને કરોડોની લોન આપી હતી. જેમાં લાખો રોકાણકારોના આશરે 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. જેની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ કેતન પારેખ સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. જેમાં કેતન પારેખ 350 કરોડથી વધુ રકમ ભરવા શરતી જામીન મળી હતી. જે આરોપી કેતન પારેખ એ દસ વર્ષમાં પૈસા ભર્યા હતા બીજી તરફ્ બેંક દ્વારા ચેરમેન સહિત હોદ્દેદારો સામે 100થી વધુ લેખિત ફરિયાદો કરી હતી.

Back to top button