ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં EVM કેદ કરાયા

Text To Speech
  • ગુજરાતમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
  • ગુજરાત કોલેજ ખાતે અમદાવાદના તમામ EVM મૂકવામાં આવ્યા
  • અમદાવાદમાં EVM સુરક્ષા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે

ગુજરાતમાં લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયુ છે. જેમાં અમદાવાદ ખાતે આવેલ ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં EVM કેદ કરાયા છે. તેમાં 266 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. સ્ટ્રોંગ રૂપ ખાતે પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત છે. તેમજ EVM સુરક્ષા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તથા ચૂંટણી અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમમાં નિરીક્ષણ કર્યું છે. અમદાવાદ લોકભાની બંને બેઠકના સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જાણો 2019ની તુલનામાં કેટલુ ઓછું મતદાન થયુ 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનુ મતદાન પૂર્ણ થયુ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનુ મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ કરાયા છે. ગુજરાત કોલેજ ખાતે અમદાવાદના તમામ EVM મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે તેઓ વધુમાં વધુ ઘરેથી નીકળીને બહોળું મતદાન કરે.  મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહે ચાલતાં ચાલતાં રોડ શો પણ કર્યો હતો.

ગુજરાતમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

ગુજરાતમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતુ. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે.

Back to top button