ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત : મૃતકોમાં 6 કપડવંજના, 3 બાલાસિનોર, 1 કઠલાલના હોવાનું સામે આવ્યું

Text To Speech

અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસ્માતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતમા 10 લોકોના મોત

પ્રાપ્ત વિગતો મુજબ કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા,અને ચોટીલાથી પરત ફરતા બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. આ દરમિયાન અચાનક પંચર પડેલ ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્મતમાં 10 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત

મૃતકોમાં 6 કપડવંજના, 3 બાલાસિનોર, 1 કઠલાલના

આ અકસ્માતમાં મોતને ભેટનારા લોકો ખેડા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના 10 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય લોકોની હાલત પણ ગંભર હોવાનું જાણવા મળી રહ્યું છે.જેથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે.ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકોની યાદી સામે આવી છે. જેમાં 6 કપડવંજના, 3 બાલાસિનોર, 1 કઠલાલના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ :બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત અંગે PM મોદીએ શોક વ્યક્ત કર્યો, સહાયની જાહેરાત

Back to top button