અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: 5 લાખ આપી 1.65 કરોડની જમીન પડાવી; પૈસા થેલામાં બતાવી દસ્તાવેજ કરાવ્યા બાદ અપરણ કરી બધું લઈ ગયા

19 જુલાઈ 2025 અમદાવાદ: જિલ્લાના સાણંદ તાલુકામાં ફરી એકવાર આ સામાજિક તત્વો દ્વારાના ઇરાદે જમીનનો દસ્તાવેજ કરાવ્યા બાદ ધમકીઓ આપી, માર મારી, કિડનેપિંગ કરી છેતરપિંડી આચર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં લાલાભાઇ ભરવાડ અને નીલકુમાર પટેલ તથા તેમના મળતીયાઓ દ્વારા આયોજન બંધ રીતે 1 કરોડ 65 લાખની જમીનનો દસ્તાવેજ કરી પૈસા ન આપી તેમજ કિડનેપિંગ કરી માર મારી છેતરપિંડી કર્યા હોવાની જાણ પીડિત સાજીદભાઇ દ્વારા કરવામાં આવી છે.

5 લાખ આપી 1.65 કરોડની જમીન પડાવી
ઘટનામાં ભોગ બનેલા પીડિત સાજીદભાઈએ જણાવ્યું છે કે મારા મમ્મી અમીનાબીબીનાં નામની સાણંદ તાલુકામાં આવેલી 1 કરોડ 65 લાખની જમીન ઉચક આપવા માટે નક્કી કરવામાં આવી હતી. જેમાં નીલકુમાર પટેલ અને લાલાભાઇ ભરવાડે શરૂઆતમાં 5 લાખ રૂપિયા રોકડા આપી બાનાખત કરાવ્યું હતું. જે બાદ બે અઠવાડિયા બાદ દસ્તાવેજ કરાવતી વખતે 33,28000 રૂપિયા RTGSનાં મારફતે અને બાકીના 1 કરોડ અને 22 લાખ દસ્તાવેજ થયા બાદ તેમને અમોને આપશે તેવું નક્કી કરવામાં હતું.

પૈસા બતાવી દસ્તાવેજ કર્યા; છેતરપિંડીની MOU
સાજીદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દસ્તાવેજ કરાવવા માટે સાણંદ તાલુકા મામલતદાર ઓફિસ ખાતે મારા મમ્મી અને મૌલાના મીનાયત ખાન જમીનનો દસ્તાવેજ કરાવવા માટે લાલાભાઇ ભરવાડ તેમના મળતીયાઓ સાથે મામલતદાર ઓફિસે હતા. દસ્તાવેજ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, બીજી બાજુ સાણંદ તાલુકામાં ઉલારીયા અને તેલાવની વચ્ચે આવેલી કેનાલ ઉપર એક ફાર્મ હાઉસ આવેલું છે. જ્યાં મને અને મારી સાથે શેહઝાદભાઈ કરીને જે વકીલ આવેલા હતા તેમને પણ લાલાભાઇ ભરવાડનાં મળતીયાઓ દ્વારા પૈસા લઈ જવા માટે બેસાડ્યા હતા. અને અમોને બે વિમલના થેલામાં 1 કરોડ 22 લાખ બતાવ્યા હતા અને અમોએ ગણ્યા પણ હતા. પરંતુ ઘણા સમય સુધી બેસાડી રાખ્યા પણ મારા મમ્મી દ્વારા ત્યાં દસ્તાવેજ થઈ ગયો છે એવી કોઈ જાણકારી અમને આપી નહીં અને કોલ પણ ના કર્યો એટલે અમે લોકોએ માંગણી કરી કે અમને પૈસા આપી દો. અમે અહીંયાથી જઈએ, પરંતુ તેમ ન કરતા તાત્કાલિક ફાર્મ હાઉસ પાસે 8થી 10 ગાડીઓ આવી ગઈ સાથે 50થી 60 માણસો આવ્યા જે બાદ મને ત્યાંથી ઉઠાવી પોતાની ગાડીમાં લઈ જઈ કિડનેપ ગામમાં લઈ જઈ માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.

બનાવ બનતા પીડિત પક્ષ અમીનાબાનુ અને તેમના પુત્ર સાજીદભાઈએ સરકાર પાસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવા માટે માંગણી કરી છે તેમજ આ ઘટનામાં પીડિત પક્ષ સાથે વકીલ પણ હતા જેમની નજર સમક્ષ આ ઘટના બની છે. ત્યારે સાણંદ પોલીસ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું

Back to top button