અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદઃ Zomatoમાં ડિલિવરી કરતા લલિત ગાંધીએ પ્રોપર્ટી વેચવા બહાને 9300,000/- નું ફૂલેકું ફેરવ્યું; પ્રોપર્ટી દલાલની વિશેષ ભૂમિકા!

Text To Speech

30 નવેમ્બર અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રોપર્ટી વેચાણ અર્થે દસ્તાવેજ કરી આપવાના બહાને વધુ એક છેતરપિંડીનો ગુનો સામે આવ્યો છે. જેમાં મણીનગરના ઈસમ પાસેથી 92 લાખ 96 હજાર જેટલી રકમ પ્રોપર્ટી વેચાણ કરવા તેમજ પોતાના ધંધાના વિકાસ કરવા માટે મેળવી આશરે 4 વર્ષ જેટલા સમય સુધી મેળવી લઈ પરત ન આપી માત્ર વાયદાઓ કર્યા અને જમીન દલાલ સાથે મળી છેતરપિંડી કરી હોવાનું સામે આવતા આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી તથા જમીન દલાલી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રોપર્ટી વેચાણનાં બહાને 92,93000 લાખ ખંખેર્યા
EOW ક્રાઈમ બ્રાન્ચ ACP જણાવ્યું હતું કે મણીનગરના રમણનગર ચાર રસ્તા પાસે આવેલી ચરોતર પટેલ સોસાયટી ખાતે રહેતા હિતેશભાઈ પ્રવીણભાઈ પટેલની આપવામાં આવેલ ફરિયાદ મુજબ પરમેશ્વર એવેન્યુ કાંકરિયા ગોરધનવાડી ટેકરા ખાતે રહેતા લલિત હરકચંદ જૈન (ગાંધી) તેમજ પત્ની પ્રિયંકા લલિતકુમાર ગાંધીએ જમીન દલાલ રાજુભાઈ સુખલાલભાઈ રાજપુત સાથે મળી પોતાનું રહેઠાણનું મકાન તેમજ હીરાનંદ કોમ્પલેક્ષ મણિનગર ખાતે આવેલી પોતાની દુકાન વેચાણ આપવા અર્થે 38,70,000 શરૂઆતમાં મેળવી જમીન દલાલની હાજરીમાં સમજૂતી નોટરાઈઝ કરાર તથા પ્રોમિસરી નોટ તથા વાઉચરમાં સહીઓ કરી આપી હતી. જે બાદ સમય જતાની સાથે વધુ 38,70,000 પોતાનો ધંધાનો વિકાસ કરવા માટે મેળવી લઈ આજ દિન સુધી પૈસા પરત ના આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સામે આવતા આરોપી લલિત જૈન તથા જમીન દલાલ રાજુ રાજપુતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જમીન દલાલે દલાલી મેળવી ફુલેકુ ફેરવ્યું
આ કેસમાં જમીન દલાલ રાજુ રાજપૂતે 1,76,000 ભોગ બનનાર હિતેશભાઈ પટેલ પાસેથી દલાલી પેટે મેળવ્યા હતા. જે બાદ આરોપી લલિત જૈન તેમના પત્ની પ્રિયંકાબેન ગાંધી તેમજ જમીન દલાલ રાજુ રાજપુત ત્રણે જણાએ મળી જઈ સતત 4 વર્ષ સુધી પૈસા પરત આપવાના વાયદાઓ કર્યા અને પ્રોપર્ટી વેચાણનું દસ્તાવેજ પણ ન કરી આપ્યો, જે અંગે ત્રણે આરોપીય વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ કલમ 406, 409, 420 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button